પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૦ )

કાળની આસર થતી નથી, પરંતુ તે જ પ્રકૃતિસ્વરૂપો ઉપર રાજ્ય ચલાવવાનો દમ્ભ કરનાર ક્ષુદ્ર માનવ તે સહજ કાળનો ભક્ષ્ય થઈ પડે છે, એ અર્થ આ કાવ્યના ગર્ભમાં છે.

કડી ૩, ચરણ ૪.

કાચલું – નાવ (મહાન્ સાગરને હિસાબે નાવ તે કાચલું જ.)

અમૃતત્વસિન્ધુ.—પૃષ્ઠ ૫.

પાછલા કાવ્યમાં પ્રકૃતિનાં ચિરસ્થાયી સ્વરૂપોને કાળથી આબાધ્ય ગણ્યાં છે. અહિં બીજી દ્રષ્ટિએ ત્હેમને પણ નશ્વર ગણ્યાં છે. મનુષ્યની સાથે સરખાવતાં અનશ્વર જણાતા સિન્ધુ વગેરે પદાર્થો અનન્તકાળ (અનન્તત્વ, અમૃતત્વસિન્ધુ) સાથે સરખાવતાં નશ્વર જ છે, તે અનન્તસિન્ધુમાં સમાઈ જનાર જ છે, - એ આ કાવ્યનો ઉદ્દેશ છે.

કડી ૩, ૪, પૃ ૫.

અનન્તત્વસિન્ધુની લહરીનું દર્શન, અને ત્હેના ગમ્ભીર શબ્દનું શ્રાવણ થતું આ ઠેકાણે કહ્યું છે, તે પ્રકૃતિનાં ગમ્ભીરભાવોદ્દીપક પદાર્થોદ્વારા તથા અનન્તત્વનાં ચિન્તને કરીને કલ્પનાચક્ષુથી અને કલ્પના શ્રવણથી જ થવાનું સમઝવું.

ગિરિશૃઙ્ગ.—પૃષ્ઠ ૬.

કડી ૩. ગિરિશૃઙ્ગ – સત્યજ્ઞાન. સાગર – પરાકાળ. એ સાગરનું દર્શન તથી ત્હેના ગાનનું શ્રવણ આ કાવ્યમાં કહ્યું છે તે સત્યજ્ઞાન દ્વારા જ સમઝવું આ જ્ઞાન અનલંકૃતધર્મજનિત નહિં પણ રસયુક્તધર્મજનિત ગણવું ઠીક છે, જો કે પરિણામે તો બંને એક જ છે.

કડી ૪. ચરણ ૧. ચંદા = ચાંદની


દિવ્ય મંદિર તથા લેખ—પૃષ્ઠ ૭.

‘કાળચક્ર’ (પૃ. ૪.) માં જેમ માનુષ્યની કૃતિની નશ્વરતા ઉપર