પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૧ )

કાંઈક ઝોક છે તેમ આ કાવ્યમાં નથી આ કાવ્યમાં તો એ બતાવવાનું છે કે જેમ મનુષ્યના શિલાલેખો વાંચવાને વિશેષ કેળવણી તથા યોગ્યતા જોઈએ છિયે તેમ ઈશ્વરના લેખો (તારા, સન્ધ્યારંગ, ઇન્દ્રધનુષ્યના વર્ણ ઇત્યાદિ) વાંચવાને પણ સવિશેષ યોગ્યતાની અપેક્ષા છે. એ દિવ્યલેખ જોઈ ઈશ્વરના જે ગુણોનાં એ પ્રતિબિમ્બ બની રહે છે તે ગુણોનું ભાન થવું તેમ જ એ દૃશ્યોથી થતી ઊંડી સૂચનાઓનું ગ્રહણ કરવું તે જ એ લેખનું ઉકેલવું.

વિનીતતા.—પૃષ્ઠ ૯.

કડી ૨. ચરણ ૧. ચંદા = ચંદ્ર (‘ચંદા’ એ શબ્દ કોઈ ઠેકાણે ‘ચંદ્ર’ના અર્થમાં અને કોઈ ઠેકાણે ‘ચાંદની’ ના અર્થમાં છે તેથી તે તે ઠેકાણે અર્થ દેખાડયા છે.)

નદીકિનારે.—પૃષ્ઠ ૯.

કડી ૧. શાન્તનીરા = શાન્તનીર (જળ) વાળી; - બહુવ્રીહિ સમાસ. યદ્યપિ શ્લેષ ઉદ્દિષ્ટ નથી, તથાપિ અહિં સહજ નોંધવું અયોગ્ય નહિં ગણાય કે આ કાવ્ય શોલાપુર જિલ્લામાં માળશિરસ તાલૂકામાં વ્હેતી નીરા નદીને કિનારે તે સંબન્ધે રચાયું છે.

કડી ૬. મળતાં = માળતી વખતે. જળમાંથી સ્હામાં પ્રતિબિમ્બરૂપે બગલાં ઊડી આવવાથી બમણાં બનેલાં જણાતાં.

પ્રતિબિમ્બબગ = (કર્મધારય સમાસ) પ્રતિબિમ્બના રૂપમાં બગ.

કડી ૧૩. ઇતર જગતમાં – મનુષ્યના જગત્‌થી ભિન્ન જગત્‌માં , પ્રકૃતિના જગત્‌માં.

સરોવરમાં ઊભેલો બગ.—પૃષ્ઠ ૧૧.

કડી ૨. જ્ય્હાં ભૂમિ વિરામી = ક્ષિતિજ, દૃષ્ટિમર્યાદા.

કડી ૩. ચરણ ૪. નિજ છાય - ઐહિક જીવન; સિન્ધુ - ભાવિકાળ.

દિવ્ય ટહુકો.—પૃષ્ઠ ૧૨.

આ ટહુકો કિયો છે તે છેલ્લી બે લીંટિયોમાં જણાવ્યું છે. — ગમ્ભીર