પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૨ )

ચિન્તન કરતાં આત્મામાં શાન્તિ પસરી રહે છે ત્ય્હારે દિવ્યલોકના જ્ઞાનની પ્રેરણા એકાએક ઊર્મિ હ્રદયમાં ઊઠે છે તે જ આ દિવ્ય ટહુકો.

આ કાવ્યમાં મધ્યરાત્રિયે નગરની શાન્તિ તે ધ્યાનસ્થ આત્માની સ્થિતિનું પ્રતિરૂપ જ છે.

ગર્જના.—પૃષ્ઠ ૧૨.

કડી ૨. શૈલશિખરપાતો(બહુવચન) - પર્વતના શિખરનાં પતન.

ઉત્તરાર્ધ. —

તપેલી ભૂમિને ચુમ્બન કરીને મેઘજળ ત્ય્હાં (ગિરિમાળ ઉપર) સ્હેરો ગન્ધ ઉત્પન્ન કરે છે ત્હેને પોતાની પીઠ ઉપર વહીને ગન્ધવહ (પવન) શો આવે છે!

કડી ૩. પૃ ૧૫. અનેરો = જુદાજ પ્રકારનો ઓર તરેહનો - 'અન્ય ' ઉપરથી (જેમ 'ઘણું' ઉપરથી ઘણેરું' થાય તેમ,) 'અન્યતર' ઉપરથી.

કડી ૪. જીવનશૈલ પાછળની ગર્જના - પરકાળના જ્ઞાનની ઊર્મિ. આત્મમયૂરનો કેકારવ - તે જ્ઞાનની ઊર્મિથી આત્મામાં થતો પ્રતિધ્વનિ. એ બે રવ મળી ઉત્પન્ન થતો નાદ= એ જ્ઞાન આત્મામાં પ્રતિબિમ્બિત થતાં ઉત્પન્ન થતી અલૌકિક સ્વાનુભુતિ.

સરિત્સંગમ.—પૃષ્ઠ ૧૩.

કડી ૪. ચંદા= ચાંદની. મધુરરંગ = (બહુવ્રીહિ સમાસ) મધુર રંગવાળું (વ્યોમ); - ૦ વાળા વ્યોમ નીચે.

ચરણ ૩. - વ્યોમમાં ગંભીરો ધન છાયો તે નીચે બીજી વ્હે. વ્યોમ-સપ્તમીનો પ્રત્યય લુપ્ત થયો છે.

કડી ૫. પૂર્વાર્ધ. - મીઠી કોયલનો શબ્દ વહી આવતા સમીર (પવન)ની સંગે તરંગમાં તટકુગ્જકુસુમો નચાવે - એમ અન્વય લેવો. ઝંઝાવાત= તોફાની પવન.