પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૦ )

ઇત્યાદિકને દેવતારૂપે વર્ણેલાં છે તે કવિત્વની દ્રષ્ટિયે તે તે સૃષ્ટિસ્વરૂપને પ્રત્યક્ષવત્ જોઈને જ; અથવા શ્રધ્ધાથી હોય તો પણ સૃષ્ટિનાં સ્વરૂપો જોઈને હૃદય ઉપર કાંઈ પણ અસર ન થવા કરતાં, આમ સહૃદયતા અને કવિત્વની વૃત્તિ ઉત્પન્ન કરનારી પ્રાચીન આર્યશ્રધ્ધા વધારે કીમતી છે, આ ભાવ આ કાવ્યનો છે. તેથી જ "ઊડીને ગયા દિવસ પ્‍હેલાંના લાગે." ઇત્યાદિ કહ્યુ છે.

કડી ૩. ઉત્તરાર્ધ. ૠગ્વેદ ૭-૭૫-૬ જુઓ.

કડી ૪, પૂર્વાર્ધ. ઋગ્વેદ. ૧-૬૪-૮ જુઓ.

ઉત્તરાર્ધ. ઋગ્વેદ. ૫-૮૩-૭ જુઓ.

હ્રદયપ્રતિબિમ્બ.—પૃષ્ઠ ૪૫.

આ કાવ્ય તથા ઉપર તરત ગયેલું કાવ્ય એ બંને એક જ દેખાવથી હૃદયમાં પ્રેરિત થયેલાં છે.

કડી ૧, ઉત્તરાર્ધ - આમતેમ દોડતી વાદળિયો તે જાણે સંદેશા લઈ જતી હોય એમ સંભાવના કરી છે.

કડી ૨, ચરણ ૧. ઊભો - હું.

કડી ૩, ચરણ ૧. તરંતાં તરંતાં - તરવાની ક્રિયા કરનાર - હું.

કડી ૪, ચરણ ૬. પાછું - આંખ્યો મીંચેલી છતાં, ફરી (બ્‍હારનું આકાશ વગેરે રચનાથી ભિન્ન) મનની નજર આગળ એ જ રચના દેખાઈ.

ચરણ ૪. પ્‍હેલી મૂર્તિ - બ્‍હારયની રચના. આ- મનની અંદર ઊભી થયેલી રચના.

કડી ૫, ચરણ ૨. કુડો વહ્યો અનિલ - જળપટમાંનું પ્રતિબિમ્બ પવન વહ્યાથી ભૂસાઈ જાય છે તેમ આ હૃદ્દયમાં પડેલી છબિ વિરુધ્ધ વિચાર ઉત્પન્ન થયે જતી રહી.