પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૭ )


લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમયર

[૧] ગરબી

જો ! જો ! પૂર્વાકાશે ઝળક્યું તેજ શું!
ગાઢું ઘનપટ ચીરાયું અહિં ચૉગમે,
જે આજ લગી અમળ નભ ઘેરીને જ શું
અન્ધકારમય રાજ્ય ચલવી જગને દમે. ૧

પૂર્વ દિશાએ ફાટ્યું ઘનદળ, ને હવે,
મેઘતણાં ગિરિશિખર રચાઈને રહ્યાં!
ને તે પર રંગ રૂડા અનુપમ શા રમે,-
રાતા, પીળા, ભૂરા, જાય ન એ કહ્યા! ૨

પેલી ટેકરીટોચ સૂનેરી જો! બની,
પાછી ઝાંખી થાય, વળી ઝળકાય શી!
વળી પાછાં આ ઘનગિરિનાં શિખરો ભણી!
દાવાનળશી જ્વાળ પ્રગટ કંઈં થાય શી ! ૩

લીલી વનભૂમિ મન્દ મીથું હસે,
રવિકિરણે શાં જળમોતીડાં વીંધિયાં!
ને પંખીડાં હઇડે હરખીને રસે
ગાન કરતાં અહિં તહિં ઊડે રીઝિયાં. ૪

પડ્યાં દ્વાર કહિં કહિં ઘનછત્રે ઉપરે,
ત્ય્હાં ઝાંખી થાય ભૂરા ઊંડા વ્યોમની;


  1. આસો માસો શરદ પુન્યમની રાત્ય જો - એ ચાલ.