પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૬૦ )


સ્મિત ગાતું તુજ નયન મીઠાં ગાતાં વળી,
ને મુખાકાન્તિ સલૂણી ગાતી ઉછરંગમાં,
ને તે સહુમાં પ્રેમગાન વ્હેતું ભળી,-
વ્હેતો ચાલું એ ગાનનદીતરઙ્‌ગમાં. ૬




ત્‍હારી છબિ નથી

શિખરિણી

વસે જે'વી કાન્તિ તુજ મુખ વિશે એક સમયે
લઇ ત્‍હેવી ત્‍હેવી સ્થિર કરી મૂકે જેહ છબિ તે
નથી તો શું ઊણું? મુજ હૃદયમાં ત્‍હારી છબિ જે
છપાઈ ચ્‍હોટી તે સ્થિર રહી કહિં જાય ન બીજે. ૧

ધરું નૅનો સ્‍હામી જડ છબિ દીસે તે જ સમયે,
ખશેડી કે ન્હાસેઃ- પણ પડી અહિં જેહ હૃદયે,
અરે! તે તો કોદી નજર સમીપેથી નવ ખસે,
જ્ય્હાં જાઉં ત્યાહિં મુજ નયન આગે ઊભી હસે. ૨

કદી કાળે પેલી જડ છબિ વિનાશે પડી જશે,
અને આ તો મ્હારે હૃદય જડી તે ત્ય્હાં જ જડી તે;
છબિ કો'ને કાજે? મુજ અરથ જો તેહ ઘડવી;
વૃથા એ તો વેઠ્યો,-મુજ હૃદયમાં તે નવનવી; ૩