પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૪ )


ને મધ્યરજની નભકુહર વિશે ધસમશી ભારે
વ્હેતો અણદીઠો પવનસિન્ધુ ઘુઘવે જ્ય્હારે, ૧૪

ત્ય્હારે પણ અહિં જે સૂતી શાંતિ તે નવ જાગે,
ગાજે સ્વચ્છન્દ સમીર ભલે હેની આગે. ૧૫

આ નિબિડ શાન્તિનું સ્થાન ઇશ ! હે વ્યર્થ નહિં
રચિયું, કંઈ ગૂઢો ભાવ અર્પિયો એહ મહિં. ૧૬

આ શાન્તિપૂરનો અંશ હૃદય મુજ સીંચી લઉં,
એ અમોલ ફળનો લાભ લઇ હું કૃતાર્થ થઉં. ૧૭




કોયલ

[૧] †ગરબી

સુણી મધુરો રવ ઊડો કદી આનન્દમાં,
કે શ્યામ વરણ સોધી ખેદ ધરો ત્હમે,
એ તો ગાતી ઘૂમશે તરુના વૃન્દમાં,
કૉયલડી નવ લેખે ત્હમને કો સમે. ૧

વસન્ત ચૂમે વનવેલીને જ્યાહરે,
પવન એહશું હોળી જ્ય્હારે રમે,
ભરઆનન્દે એ તો ગાશે ત્યાહરે,
કોયલડી નવ લેખે ત્હમને કો સમે. ૨


  1. [†‘આસો માસો શરદપુન્યમની રાત્ય જો.’—એ ચાલ ]