આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૫ )
કે ઘન નભમાં નાચે રંગે જ્યાહરે,
ને શીતળ સહુ થળ શાન્તિ વસે ચૉગમે,
ઉછરંગે એ ગાશે મીઠું ત્યાહરે,
કૉયલડી નવ લેખે ત્હમને કો સમે. ૩
રાત્રિ.
[[૧] *ગરબી]
જ્વલંત ઝળહળ જ્યોતનો રે
સાળૂ રૂડો પ્હેરી, હાંહાં રે સાળ રૂડો પ્હેરી,
ચમકતી મહિં ટપકી ઝીણી રે
તારાની વેરી, હાંહાં રે તારાનીο ૧
મધ્ય ભાળ શુભ ચાંદલો રે
ચ્હોડ્યોછ રુપેરી, હાંહાં રે ચ્હોડ્યોછο
બની ઠની રજની ! રૂડી રે
લહી કાન્તિ અનેરી, હાંહાં રે લહીο ૨
ક્યહાં ચાલી ચપળા ! કહે રે ?
પ્રિય કૉણ કર્યો છે ? હાંહાં રે પ્રિયο
- ↑ *‘સમી સન્ધ્યાએ હમે સાંચર્યાં રે જમુનાંની તીરે, હાંહાં રે જમુનાંની તીરે.’— એ ઢાળ