પૃષ્ઠ:Lakshami Natak.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાજા: માતાજી તમો ભલાં થઈને આપણા ઘરમાં પધારો, આજ આ ઘરમાં ગમે તેમ કરીને પણ ધન મેળવવું છે.

લક્ષ્મી: હે દૈવ મારા કરમનો કાંઈ પાર આવ્યો નહીં, મારે પારકા ઘરમાં જઈને રેહેવું પડે છે, વળી કોઈ લોભિયાને ઘેર જાઊં છું ત્યારે મને પ્રથ્વીમાં ખોદી ઘાલે છે; ને તેને ઘેર કોઈ સજ્જન લોક માગવા આવે તો કેહેશે કે અમે તો કોઈ દહાડે લક્ષ્મી નજરે દેખતા નથી, અને હું કોઈ દેવાળિયાને ઘેર જઊં છું તો મને કશબણને ઘેર સુંપે છે અથવા જુગટું રમવામાં નાંખી દે છે.

રાજા: પણ માતાજી તમે અમ જેવા લોકોને ઘેર આજ સુધી ગયાં નથી, અમે તમને કશબણને ઘેર આપનાર નહીં પ્રથ્વીમાં ડાટનાર નહીં, અમે તો સારે માર્ગે વાવરનારા, હમણાં ચાલો અમારા ઠકરાલાંને તથા કુંવરજીને તમે મળો, પ્રથમ અમારાં વાલેશરી તમે છો, અને પછી તે છે.

લક્ષ્મી: તે હશે.

રાજા: હશે નહીતો અહિ જુઠું બોલવામાં શો લાભ છે.

લક્ષ્મી: હું જાણું છું કે, લાભ વિના તમે જરૂર જુઠું નહીં બોલો.

સ્વાંગ ૧ લો. સંપુર્ણ.


સ્વાંગ ૨ જો


ભીમ૦: દાજીભાઈ, દાજીભાઈ, તમે અમારા ઠાકોરનો કશુંબો ઘણો પી ગયા છો, પણ આજ એક કામ પડ્યું છે, તે માટે તુરત ચાલો, વાર લગાડવી નહીં.

દાજી૦: ભાઈ હું વૃદ્ધ છું ઉતાવળે તો મારાથી ચલાશે તેવું ચાલીશ કાંઈ તારા ઠાકોરના હુકમમાં હું નથી, ને ત્યાં મારૂં કામ શું છે, તેતો તું મને કહે ?

ભીમ૦: કાકા હું કહું છું, પણ તમે સાંભળતા નથી, અમારો ઠાકોર કહે છે કે તમારૂં દુખ જશે અને સારી અવસ્થા થશે.

દાજી૦: હેં ! આ તે શું બોલે છે ? સુખ તે શી રીતે થશે ? હું કાંઈ સમજતો નથી.

ભીમ૦: અમારા ઠાકોરને એક જોગણી મળી છે, તે કેડેથી વાંકી ચાલે છે; અને દાંત પડી ગયા છે, ગાલ મળી ગયા છે, માથામાં ટાલ્ય છે.

દાજી૦: ભાઈ કાંઈ વધામણી આપે છે કે શું ? એ તો રૂપિયાનો ઢગલો હશે ?

ભીમ૦: ઢગલો તો ખરો, પણ તમારા જેવા ઘડપણનો.

દાજી૦: લુચ્ચા મશ્કરી કરીને દોડે છે ઉભો રહે. એક સોટી લગાવું.

ભીમ૦: તમે એ જાણો છો કે હું મશ્કરીથી કહું છું, હું તો સાચું બોલનાર છું.