પૃષ્ઠ:Lakshami Natak.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાતની બીક રહે છે.

રાજા: તે શી બીક મને કહો.

લક્ષ્મી: મારી આંખ્યો હવે સારી થાય એવો મને વિશ્વાસ આવતો નથી.

રાજા: અરે રામ રામ આ શું બોલો છો ? લોકો મને કેતાજ હતા કે લક્ષ્મી મોટી કાયર છે.

લક્ષ્મી: ના ના એમ તો કાંઈ નથી પણ એક ચોર મારા ઘરમાં ખાતર પાડીને પેઠો હતો પણ મેં ઠાઊંકું મેલ્યું હતું તેથી એના હાથમાં કાંઈ આવ્યું નહીં માટે તેણે મારા ઊપર એવું તુત નાંખ્યું છે.

રાજા: તમે કાંઈ ચિંતા રાખશો નહીં, તમારી આંખ્યો હું દીવા જેવી કરાવીશ.

લક્ષ્મી: તમે માણસ છો ને એવું કામ શી રીતે કરી સકશો ?

રાજા: અમારા ઉપર મહાદેવજી પ્રસન્ન છે તેથી આશા છે કે જરૂર આંખ્યો સારી કરીશું.

ભીમ૦: નહીં તો પેલા નથુડા હજામ પાસે લેઈ જઈને ખોતરાવીશું એટલે આંખ્યો સારી થશે કોડા જેવી.

લક્ષ્મી: મહાદેવે તમને એ વાતનો કાંઈ અભિપ્રાય આપ્યો છે ?

ભીમડો: અરે માંહી મરચાં ભરશું, એટલે તરત સારી થશે.

રાજા: તમારે તેનું શું કામ છે, તમારે આંખ્યોનું કામ છે કે બીજું કાંઈ ?

લક્ષ્મી: સાંભળો ત્યારે.

રાજા: અરે માજી તમારે એ વાતની કાંઈ ચિંતા રાખવી નહીં એ કામ કરવું અમારા માથાસાટે છે.

ભીમડો: કહેશો તો હું પણ એ કામમાં કાંઈ કરવા લાગીશ. અને આંખ્યો કરાવીશું રૂપાળી ઘુડના જેવી.

રાજા: વળી જગતમાં અન્યાયની કમાણી ન કરનારા દરિદ્રી થયા છે તે લોકો પણ સૌ સહાય કરશે.

લક્ષ્મી: એ બિચારા શી સહાય કરશે ?

રાજા: તે લોકોને ધન મળશે, એટલે ગરીબે છે, તે તુરત મોટા થશે, અરે ભીમડા તું ઊતાવળો જા.

ભીમડો: શું કરવા સારૂં ?

રાજા: દાજીભાઈ મુખીને બોલાવ એને પણ હમણાં દીકરો પરણાવા સારૂ ઘર ફુલચંદશેઠને ઘેર ડુલ થાય છે માટે તેને પણ દયાળુ માતાજી ભાગ આપશે.

ભીમડો: હું જાઊં છું ત્યારે તમે અને એ ડોશી મારો આ રોટલો ઝાલી રાખજો.

રાજા: સારૂં જા. પણ દોડતો જજે (પછી ભીમડો ગયો.)