પૃષ્ઠ:Lakshami Natak.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભીમ૦: આ ગાયકવાડ શિવાજી મહારાજનો દીકરો પંડિતોનું દરિદ્ર કાપવાના અભિમાનમાં ચાલે છે; એ તારૂં જ કામ છે તો.

રાજા: માતાજી તમારી જ પ્રસન્નતાથી સરકાર ફોજ રાખી શકે છે.

ભીમ૦: આ કારભારી લોકો સરકારને ડંડ ભરવાની કાંઈ ફિકર રાખતા નથી, એ પણ તારૂં જ કામ છે.

લક્ષ્મી: એમ હશે ?

ભીમ૦: વળી અમદાવાદમાં ઇંન્ન્જનેર સાહેબે ઘડિયાળ સારૂં મોટો બુરજો બનાવ્યો તે તારી જ મદદથી.

રાજા: તે તારા ઊપર પડે તો ઠીક.

ભીમ૦: આ સરકારમાં પૈસાવાળા કજીઓ જીતે છે, અને ગરીબ લોકો માર્‍યા જાય છે; તે પણ તારૂં જ કામ છે, અને આ પાળીતાણા ઉપર પારસનાથનાં મોટાં દેરાં બંધાયાં છે તે તારી જ સહાયતાથી, નહીં તો પારસનાથને પેહેરવા લુગડાં પણ ક્યાં મળે છે ?

લક્ષ્મી: એ કાંઈ હોય કે, હું એકલી જ એટલાં કામ કરી શકું ?

રાજા: હોવે. એમ જ છે, અને વળી તમારાં કામ તો એથી પણ મોટાં છે, જુઓ જગતમાં લક્ષ્મીથી તૃપ્ત કોઈ થતું નથી, બીજી સર્વે વસ્તુથી થાય છે. જુવો મિત્રપણાથી ધરાઈ જાય છે.

ભીમ૦: રોટલાથી.

રાજા: કવિતાથી.

ભીમ૦: ગાંઠિયાથી.

રાજા: ટેકથી.

ભીમ૦: દાળીઆથી.

રાજા: પુન્યથી.

ભીમ૦: ડુંગળીથી.

રાજા: મોટપણાથી.

ભીમ૦: દુધપાકથી.

રાજા: શુરવીરપણાથી.

ભીમ૦: તાંદલજાની ભાજીથી.

રાજા: માતાજી તમારાથી કોઈ આજ સુધી તૃપ્ત થયો નથી. દશ મળે તો વીશને ચહાય છે અને વીશ મળે તો ચાળીશને ઇચ્છે છે. અને ન મળે તો મરવા તૈયાર થાય છે.

લક્ષ્મી: ઠીક ભાઈ તમે મને સારી શિખામણ આપો છો પણ મારા મનમાં એક