પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જુવો ઇંન્દ્ર ગરીબ ન હોય તો, દધીચી રૂષિના હાડકાં માગવા સારૂં જાય અને વળી જ્યારે જગત ઉપર ઇંન્દ્ર ઘણી મેહેરબાની કરે છે, ત્યારે ઉપરથી ફક્ત પાણીનો વર્ષાદ કરે છે પણ સોના રૂપાનો કેમ વર્ષાદ કરતો નથી ?

ભાઈ૦: એથી જ ઇંન્દ્રનું કરમીપણું જણાઈ આવે છે, જે જગતમાં પૈસાવાળા છે, તે ચહાયતેવા પ્રસન્ન થાય તો આપણ વગર વિચાર્‍યો જૈં ખરચવો માથા સાટે કરે છે.

દરિદ્ર: એમ હોય ત્યારે તો ગરીબથી પણ ઇંન્દ્રની આબરૂ ઓછી જે પૈસાવાળા થઈને એવડો લોભ રાખે છે.

રાજા: અરે લુચ્ચા તાર ઉપર તો ઇંન્દ્ર અગ્નિ વરશાવે ત્યારે ઠીક.

દરિદ્ર: વારૂ તમે હારીને જવાબ એટલો જ આપો છો કે ?

રાજા: ચાલો ત્યારે આપણે આ ખેત્રપાલ દેવને પુછીએ જે પૈસાવાળા થવું તે સારૂં કે ભુખે મરવું તે સારૂં, કેમ જે એ પૈસાવાળા લોકો ખેત્રપાલ સારૂં ચકલામાં ઉતાર મુકે છે, તે મુકતાં પેહેલાં જ ભુખે મરતા લોકો ઝડપી જાય છે; માટે તુંતો વગર બોલ્યો જ રેહે તારી વાત હું માનનાર નથી.

દરિદ્ર: અરે કોઈ ચુંવાળના રહેનારા હોયતો આ રાજાની વાત સાંભલજો.

રાજા: અરે અમારા મિત્ર રાહુ તું આ દુષ્ટ માણસને મોઢે બેશ.

દરિદ્ર: અરે હું કેવો નીરભાગી છું મારૂં શું થશે હવે ?

રાજા: મોત, જાઓ.

દરિદ્ર: ક્યાં જાઊં.

રાજા: તોપને મોઢે અસુડર થાય છે.

દરિદ્ર: પણ ઠાકોર તમારે મારૂં કામ પડશે

રાજા: પાછું કામ પડશે તો તેડું મોકલશું પણ હાલ તો હતો નોતો થા, એટલે ન્યાલ થઈએ (પછી દરિદ્ર ગયો.)

ભાઈ૦: હે દૈવ હવે તો એવી હુંશ છે કે, તુરત પૈસાવાળા થઈને બાઈડી, છોકરાંને ઘરેણાં ગાંઠાથી શણગારીને પછી ગરીબ લોકોની તથા કારીગર લોકોની મશ્કરી કરવી.

રાજા: અરે ભાઈચંદ એ પેલો દુષ્ટ ગયો પણ હવે તુરત આપણે એટલું કરવું જોઈએ કે, આ દેવીને ધનંતરવૈદના દેરામાં લેઈ જઈને બેસાડવી.

ભાઈ: હા, હવે વાર લગાડવી નહીં, વળી કોઈ દેખે તો કાંઈ હરકત થાય.

રાજા: અલ્યા ભીમડા તું એ દેવીનો હાથ ઝાલીને એના બેસવાના કામળા સોત અહિ લેઈ આવ.

ભીમ૦: અરે ઉઠ ડોશી તારો કામળો બેસવાનો લાવ્ય રાજાએ મગાવ્યો છે.

સ્વાંગ ત્રીજો સંપુર્ણ