લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૫ ]


અનિચ્છા દર્શાવી અને મારી રેજિમેન્ટ મ્યિનગાન છોડી ગઈ તે પહેલાં ૨૦૦ માણસોને રંગુન પાછા મોકલવામાં આવ્યા હતા. ફોજમાં ભરતી થવાનું દબાણ યુદ્ધકેદીઓ ઉપર લાવવા માટે એમને કેદ-છાવણીમાં કે નજરકેદમાં રાખવામાં આવતા એવી એ જુબાની ફરિયાદપક્ષના સાક્ષીઓએ આપી છે તે સંદતર ખોટી છે. એકેય કેદ-છાવણીની હયાતી જ હતી નહિ. એક અટકાયતી-છાવણી હતી ખરી અને એમાં શિસ્તભંગના કે બીજા ગુનાઓ પ્રમાણે અપરાધી ઠરાવાયેલાઓને સજા તરીકે મોકલવામાં આવતા. પણ આ૦ હિં૦ ફો૦માં ભરતી–કાર્ય અંગે એ છાવણીને કોઈ જાતનો કે કોઈ ભાતનો સંબંધ હતો નહિ, ઊલટાના અટકાયતી-છાવણીમાં રખાયેલા માણસો સામેથી આવીને માગણી કરે તો પણ તેમને ભરતી કરવામાં આવતા નહોતા. કારણકે છાવણીમાં અમુક મુદત સુધી અટકાયતી તરીકે કોઈ રહે તો એ જ બતાવી આપે કે એનામાં ચારિત્રની કોઈ ખામી છે; અને એ રીતે આ૦ હિં૦ ફો૦ ના સભ્યપદ માટે એ નાલાયક ઠરે.

ફોજમાંથી નાસી છૂટવાના અને દુશ્મન સાથે મળી જવાના પ્રયાસ કરવાના આરોપસર મેં ચાર સિપાહીઓને ખટલા માટે રજૂ કર્યા હતા એ વાત સાચી છે. પણ એ માણસોને મારા કહેવાથી કે મારા ફરમાન પ્રમાણે ગોળીએ દેવામાં આવ્યા હતા એ સાવ ખોટું છે. જે દિવસે અને જે સમયે એમને ગોળીએ દેવાયાનું કહેવામાં આવે છે એ વખતે હું પથારીવશ હતો અને હાલીચાલી શકતો નહેતો.

સાચી વાત તો એ છે કે આ માણસોને ફરમાવાયેલી મોતની સજા પાછળથી ડિવિઝનના કમાન્ડરે રદ કરી હતી અને એનો કદી અમલ થયો નહોતો.

મેં જે કાંઈ કર્યું છે તે આઝાદ હિંદની કામચલાઉ સરકાર નીચે રહીને લડતા, રીતસરના અને સુવ્યવસ્થિત લશ્કરના એક સભ્ય તરીકે કર્યું છે. અને તેથી એવા લશ્કરના સભ્ય તરીકેની મારી ફરજ