વોલેતબહાદુર, કે જે આ યુદ્ધકેદીઓમાંના એક હતા અને જખ્મી બન્યા હતા તે, આ બનાવની સાક્ષી પૂરશે.
૧૯૪૨ના ડીસેંબરમાં મોહનસીંઘ અને જાપાનીઓ વચ્ચે ટંટો થયો. જાપાનીઓએ મોહનસીંઘની ધરપકડ કરી અને આ૦ હિં૦ ફો૦ માં જોડાયેલા યુદ્ધકેદીઓમાં ઘણાએ પોતાના બિલ્લા ઉતારી નાખ્યા. જોકે વડા મથકના કેટલાક અફસરોએ પોતાના બિલ્લા રાખેલા. મોહનસીંઘની ધરપકડ પછી વહીવટી સમિતિના પ્રયત્નો છતાં આ૦ હિં૦ ફો૦ ના મોટા ભાગના અફસરોની એમાં રહેવાની મરજી નહોતી. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૩ના દિવસે વહીવટી સમિતિએ તમામ હિંદી અફસરોની એક સભા બોલાવી અને તેમાં એમની સમક્ષ એક પ્રશ્નાવલિ મૂકી. એક પ્રશ્ન એ હતો કે, આ૦ હિં૦ ફો૦માં ચાલુ રહેવાની તમારી મરજી છે કે નહિ ? જે અફસરોએ ના પાડી તેમને ૧૩મી ફેબ્રુઆરીએ રાશબિહારી બોઝ સમક્ષ હાજર કરવામાં આવ્યા. હાજર કરાતાં પહેલાં અફસરોને એક છાપેલું ચેાપાનિયું આપવામાં આવ્યું હતું, તેમાં હિંદી સ્વાતંત્ર્ય સંઘની કારોબારી સમિતિના પ્રમુખ તરીકેની રાશબિહારી બોઝની છાપેલી સહી હતી.
ચોપાનિયામાં લખ્યું હતું કે, 'અત્યારના સંજોગોમાં જેઓ આ૦ હિં૦ ફો૦માં ન રહેવા માગતા હોય તેમને વિષે હું તો એટલું જ કહી શકું કે ફોજના અત્યારના સંજોગો વિશે મારો દોષ ભાગ્યે જ કાઢી શકાશે...... તમે જાણો છો તેમ બ્રિટન સામેની હિંદની લડત હવે કટોકટીએ પહોંચી ગઈ છે. અંગ્રેજો ઉપર હિંદ છોડી જવાનું હજી વધુ દબાણ લાવવા માટે મહાત્મા ગાંધીજીએ ત્રણ અઠવાડિયાના ઉપવાસ આદર્યા છે. આ રીતે સમાધાનની કોઈ પણ તક રહેતી નથી. આપણી ફરજ હવે સ્પષ્ટ છે. આ૦ હિં૦ ફો૦માંથી નીકળી જનારાઓનું શું થશે એ જાણવા તમારામાંના કેટલાક કદાચ આતુર હશે. કમનસીબે, અત્યારની ઘડીએ જાણી બુઝીને આ૦ હિં૦ ફો૦ છોડી