પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫ ]


કેાઈ ભરતી થવા આગળ આવ્યું નહિ.

૧૯૪૩ ના એપ્રિલ-મેમાં કૅ. શાહનવાઝ પોર્ટ સ્વેટનહામમાં હતા. એ પ્રસંગે એમની સમક્ષ પરેડ કરવા લવાયેલા તમામ યુદ્ધકેદીઓ સામે તેમણે એક ભાષણ કર્યું. અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા ભરતી થવાની હાકલ તેમણે કરી. એમણે કહ્યું, 'તમારે આ૦ હિં૦ફો૦ માં જોડાવું જોઈએ. જે એમ કરશો તો તમને સારો ખેારાક મળશે અને થોડા વખતમાં બરમા મોકલવામાં આવશે. આ૦ હિં૦ ફેા૦માં તમારો પગાર એ તો માત્ર ખિસ્સાખર્ચ જેવો રહેશે, પણ હિંદની આઝાદી મળશે ત્યારે તમારા પગારનો જૂનો દર ફરી ચાલુ કરાશે.”

એ પ્રસંગે પણ કોઈ ભરતી થવા આવ્યું નહિ.

જાન્યુઆરી ૧૯૪૩ માં, એક છાવણીમાંના યુદ્ધકેદીઓ સમક્ષ ઈવાકુરુ નામના એક જાપાની અફસરે અને રાશબિહારી બોઝે ભાષણ કર્યું ત્યારે એમની ભાષણ-મંડળીમાંના એક તરીકે લે૦ ધિલન ત્યાં હાજર હતા. ભાષણ પછી લે૦ ધિલન ભોજનગૃહમાં ગયા અને કહ્યું કે ત્યાં હાજર રહેલા માણસો સાથે એમને વાત કરવી હતી. એમણે કહ્યું કે તમામ અફસરોએ આ૦ હિં૦ ફો૦માં જોડાવું જોઈએ. પંજાબ રેજિમેન્ટવાળા સુબેદાર-મેજર બાબુરામ અને સુબેદાર ચનાનસીંઘે એમને કહ્યું કે એ જાતની વાત કરવા એ ત્યાં આવ્યા હોય તો એમણે એજ ઘડીએ બહાર ચાલ્યા જવું. તે ગુસ્સે થઈ ગયા અને ચાલ્યા ગયા.

૧૯૪૩ ના માર્ચમાં મે. ધારા સાથે લે. ધિલન જિત્રા ગયા અને ત્યાંના યુદ્ધકેદીઓ સમક્ષ ભાષણો કર્યાં. પ્રથમ મે.ધારાએ પોતાના ભાષણમાં કહ્યું કે, “આ૦ હિં૦ ફો૦ની સ્થાપના થઇ ગઈ છે અને એ માત્ર હિંદુસ્તાનમાં જ લડશે અને હિંદની સ્વતંત્રા મેળવશે. એ જાપાનીઓની સાથે રહીને લડશે ખરી, પણ જો જાપાનીઓ તરફથી કાંઈ લુચ્ચાઈ થશે તો પછી એકવાર હિંદમાં પહોંચ્યા પછી તો