[ ૧૬ ]
આ૦ હિં૦ ફો૦ પાસે પોતાનાં હથિયાર હશે, અને જાપાનીઓ સામે પણ
એ લડશે. તમારે આ૦ હિં૦ ફો૦માં જોડાઈ જવું જોઈએ કારણ કે એ
જ સારામાં સારી તક છે અને મોટા ભાગના યુદ્ધકેદીઓ તે અત્યારસુધીમાં
જોડાઈ પણ ચૂક્યા છે.' પછી લે. ધિલને ભાષણ કર્યું કે,
મે. ધારાના ભાષણ પછી યુદ્ધકેદીઓએ શું કરવું જેઈએ તેની કોઈ
શંકા ન હોઈ શકે. આ૦ હિં૦ ફો૦ માત્ર હિંદુસ્તાનમાં જ લડશે અને
હિંદની સ્વતંત્રા મેળવશે. જાપાનીઓ પાસેથી એને મદદ મળશે.
એજ માસમાં લે. ધિલન તાઈપીંપ ગયેલા. આ૦ હિં૦ ફો૦માં ન જોડાયેલા ત્યાંના યુદ્ધકેદીઓ સામે તેમણે ભાષણ કર્યું, સિંગાપુર અને જિત્રામાં યુદ્ધકેદીઓ સામે મેં ભાષણો કર્યાં હતાં અને એ સહુ આ૦ હિં૦ ફો૦માં જોડાઈ ગયા છે. તમારે પણ જોડાવું જોઈએ. અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા આ૦ હિં૦ ફો૦ લડવાની છે. નહિ જોડાવ તો તમે મુશ્કેલીમાં મૂકાશો. આ૦ હિં૦ ફો૦ નિષ્ફળ જાય તો પણ તમારે કશો જ ડર રાખવાનો નથી; કારણ કે ઉચ્ચ અસફરો ઉપર બધો વાંક આવશે અને સામાન્ય સિપાહીઓને સજા કરાશે નહિ.'
આરોપીઓએ જે કહ્યું અને કર્યું તેના પરિણામને તે વખતના સંજોગોને લક્ષમાં રાખીને વિચારવાનું છે. મલાયા અને સિંગાપુરમાંનાં બ્રિટિશ દળો ભાંગી પડ્યાં હતાં. યુદ્ધકેદીઓ સાથે યુદ્ધકેદી છાવણીઓ અને નજરકેદ-છાવણીઓમાં ઉપર કહ્યું તેવું વર્તન ચલાવવામાં આવતું હતું. પોતાના અફસરના હુકમનું મૂંગુ પાલન કરવાની તાલીમ હિંદી સિપાહીને અપાતી આવી છે. આરોપીઓ આ૦ હિ૦ ફો૦ માટે માણસોની ભરતી કરતા હતા અને સારા વર્તાવનાં વચનો અને ગર્ભિત ધમકીઓ આપતા હતા. આ૦ હિં૦ ફો૦માં ન જોડાનાર માટે બાકી રહેતાં હતાં માત્ર ભૂખમરો અને સિતમો. એટલે હિંદી લશકરનાં ઘણાં માણસો આ૦ હિં૦ ફો૦માં જોડાયા તેની કોઈ નવાઈ નથી - ખાસ તો એટલા માટે કે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલ એમના ઉચ્ચ અફસરોનો દાખલો એમની નજર સામે જ હતો.