પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૨૬ ]


૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આઝાદ ફેાજનું મુખ્ય વડું મથક રંગુન પહેાંચ્યું. પાછલું વડું મથક સિંગાપુરમાં હતું. એ વર્ષના એપ્રિલમાં ગેરીલા રેજિમેન્ટ નં. ૧, ૨ અને ૩ મણિપુર અને આરાકાનના આક્રમણની તૈયારી કરતી મોરચા ઉપર પડી હતી. એ વખતે ચોથી ગેરીલા રેજિમેન્ટ માંડલેમાં હતી.

આરોપીઓને લાગેવળગે છે ત્યાં સુધી યુદ્ધ ચલાવવાનો આખરી તબક્કો ન્યાયુક પોડૉંગ અને પૉપાની આસપાસમાં હતો. બધા આરોપીઓ એ વિસ્તારમાં જ હતા; અને નામદાર શહેનશાહનાં લશ્કરો સામે લડાઈ ચલાવતા હતા અને ખુદ પોતે પણ લડી રહ્યા હતા.

૧૯૪૫ ની ૧૬મી માર્ચે લે. ધિલનના કાબૂ હેઠળની ચોથી ગેરીલા રેજિમેન્ટની ૯૦-૧૦૦ માણસોની એક કંપની અને લે. કર્નલ મેક્કોનાશીના કાબૂ હેઠળની ગુરખા રાયફલ્સ-ટૂકડી વચ્ચે ક્યાયુક પાડૉંગની નજીકમાં અથડામણ થઈ હતી. ૧૮મી માર્ચ ૧૯૪૫ના એક 'યુદ્ધ–અહેવાલ'માં લે. ધિલને આ માહિતી આપી છે.'

શહેનશાહ સામે યુદ્ધ ચલાવવાના આરોપ સંબંધમાં આટલું જણાવ્યા બાદ ફરિયાદપક્ષના વકીલે ત્રણેય આરોપીઓ ઉપર ખૂન કરવાના અને કરાવવાના આરોપો અંગે વિગતો આપતાં કેટલાક કિસ્સાનું વર્ણન કયું હતું. આ આરોપના ટેકારૂપ સાબિતિઓ અમુક અંશે દસ્તાવેજી અને અમુક અંશે મૌખિક રહેશે એમ તેમણે જણાવ્યું. છેલ્લે તેમણે ઉમેર્યું કે-

'પોતે જે કાંઈ કર્યું છે તે આઝાદ હિંદ ફોજ કાનૂનને અનુસરીને કર્યું છે. એમ કહીને આરોપીઓ પોતાના પગલાંને વાજબી ઠરાવી શકે નહિ. એ કાનૂન નીચે અપાયેલી કહેવાતી કોઈપણ સત્તાને આ અદાલત કે આ દેશમાંની બીજી કોઈપણ અદાલત મંજૂર રાખી શકે નહિ.'

પોણા વાગે અદાલત વિરામ માટે ઊઠી પ્રેક્ષકવર્ગમાંથી ન્યાયમૂર્તિ અચ્છુરામ આગળ આવ્યા અને પોતાના પુત્ર કૅ. સેહગલને ભેટ્યા.