પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૯ ]


આઝાદ ફોજનો કાનૂન ઘડનારા
લેફ૦ નાગની જુબાની

બે વાગે અદાલત ફરી મળી ત્યારે ફરિયાદપક્ષે કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા. એમાંથી બતાવાયું કે ત્રણે ય આરોપીઓ અગાઉ હિંદી લશ્કરમાં અફસરો હતા અને દુશ્મનના હાથમાં યુદ્ધકેદીઓ બન્યા પછી આ૦ હિં૦ ફો૦ માં જોડાયા હતા. એ ફોજના અફસરો તરીકે એમણે રાજા સામે યુદ્ધ ચલાવ્યું હતું અને પાંચ હિંદી સિપાહીઓને મોતની શિક્ષા કરવાનો હુકમ કર્યો હતેા. તે પછી ફદિયાદપક્ષના સૌ પહેલા સાક્ષી લેફટેનન્ટ નાગની જુબાની શરૂ થઈ.

લેફ. નાગ બંગાળના એક મેજીસ્ટ્રેટ હતા ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં એમની લશકરમાં ભરતી થઈ. ૧૯૪૧ના ફેબ્રુઆરીમાં એમને ફરજ બજાવવા હાજર થવાનું તેડું આવ્યું હતું. તેમને દરિયાપાર મોકલાયા; અને ૧૯૪૧ની પાંચમી માર્ચે એ સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરના પતન પૂર્વે જ તે એક હવાઈ હુમલામાં ઘવાયા અને પાછળથી જાપાનીઓના યુદ્ધકેદી બન્યા. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ એમને જાણવા મળ્યું કે આ૦ હિં૦ ફો૦ની સ્થાપના માટે એક ચળવળ ચાલી રહી છે. એમણે કહ્યું કે આ૦ હિં૦ ફો૦ની સ્થાપના હિંદુસ્તાનને અંગ્રેજોથી મુક્ત કરવા કાજે લડવા માટે થઇ હતી. તેઓ જે છાવણીમાં હતા ત્યાં આવીને આ૦ હિં૦ ફો૦ના કેટલાક અફસરોએ ભાષણો કર્યા, અને એ ચળવળમાં જોડાવાનું કેદીઓને કહ્યું. એમણે ૧૯૪૨ના ઑગસ્ટમાં થયેલા એક જ ભાષણમાં હાજરી આપી હતી. આગલા ભાષણોમાં તે હાજર રહી શક્યા નહોતા, કારણ કે પોતે બીમાર હતા અને વળી આ ચળવળમાં એમને જરા ય રસ નહોતો. કૅ. શાહનવાઝને તેઓ ૧૯૪૨ના ઑગસ્ટમાં મળ્યા હતા.

૧૯૪૨ના ઑગસ્ટને એક દિવસે છાવણીની ઑફિસ પાસેથી પસાર થતી વખતે આ૦ હિં૦ ફો૦ ના કેટલાક અફસરો સાથે ઊભેલા