લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૩૨ ]

કૅ. મોહનસીંઘની ધરપકડ પછી અઠવાડિયાએકમાં જ એક વહીવટી સમિતિ બનાવાઈ હતી. સમિતિએ પહેલું ફરમાન બહાર પાડીને કહ્યું કે વહીવટ અને શિસ્તની જાળવણી માટે તેની સ્થાપના થઈ હતી. એ ફરમાન પછી ભાષણોની એક ઝૂંબેશ ચાલુ થઈ હતી અને ઉપલા અફસરો જુદી જુદી છાવણીમાંના બીજા અફસરો અને સૈનિકો સમક્ષ ભાષણો કરતા હતા.

જ૦ એ૦ — આ તમારો અભિપ્રાય છે ?

સા૦ — આ મારી જાતમાહિતી છે. આ૦ હિં૦ ફો૦ના માજી સૈનિકો આ૦ હિં૦ ફો૦ માં ફરી જોડાવા માગે છે કે નહિ તે જાણવા માટે ભાષણો ગોઠવાયાં હતાં. આવાં બે કે ત્રણ ભાષણેામાં હું જાતે હાજર રહ્યો હતો. એમાંનું એક રાશબિહારી બોઝે કરેલું. આ ભાષણો જાન્યુઆરી ૧૯૪૩ માં થયાં હતાં. આ ભાષણોનો હેતુ અમને આ૦ હિ૦ ફો૦માં રહેવાનું ચાલુ રાખવાનું કહેવાનેા હતો. કારણ કે એમના કહેવા પ્રમાણે હિંદુસ્તાનની સ્વતંત્રતા મેળવવાનું આ૦ હિં૦ ફો૦નું ધ્યેય ઘણું પ્રશંસાપાત્ર હતું. મોહનસીંઘની ધરપકડની એમને લેશ પણ પરવા નહોતી. બીજું એમણે કહ્યું કે, આપણે આપણાં સ્થાન જાળવી નહિ રાખીએ તો બહુ મુશ્કેલી પડશે કારણ કે જાપાનીઓ આપણને લડાઈમાં ટેકો નહિ આપે.

પછી આ વિશેનો એમનો અભિપ્રાય શું છે તે અફસરોને પૂછવામાં આવ્યું. અને એમાંના મોટા ભાગનો મત એવો હતો કે આ૦ હિં૦ ફો૦માં તેમણે રહેવું ન જોઈએ. આ ભાષણોની પણ તેમણે ઉઘાડેછોગ ટીકા કરી હતી. રાશબિહારી બોઝને એ વિશે ચોક્‌ખે ચોક્‌ખુ કહી દેવાયું. મેં સાંભળેલાં બેઉ ભાષણો લશ્કરના વિરોધી દેખાવોને લગતાં હતાં. મને પોતાને એક ફોર્મ ભરવા માટે અપાયું હતું. ૧૯૪૩ ના ફેબ્રુઆરીની શરૂઆતમાં અફસરોને એક પ્રશ્નાવલિ