ભુ૦ – પોતે જે સાંભળ્યું હોય તેને પોતે જે જાણતા હોય
તેની સાથે એ ભેળવી ન બેસે એ મારે જોવું હતું.
સાક્ષીએ જણાવ્યું કે આ૦ હિં૦ ફો૦ ની અરધી સંખ્યા શસ્ત્રસજજ હતી.
જ૦ એ૦ – એ તમારી જાતમાહિતીની વાત છે કે કોઈએ તમને કહેલી છે ?
સા૦ — એ મેં સાંભળેલી છે.
જ૦ એ૦ — તમે જાણતા હો તે જ તમારે બોલવું બીજાએાએ તમને કહેલું હોય તે નહિ.
સ૦ વ૦— અા૦ હિં૦ ફેા૦ માટે શસ્ત્રો ક્યાંથી મેળવાયાં હતાં ?
ભુ૦— હું વાંધો ઉઠાવું છું. પ્રથમ તો મારે એ જાણવું છે કે સાક્ષી પાસે કાંઈ જાતમાહિતી છે કે નહિ.
જ૦ એ૦ — એ તમારી જાતમાહિતી છે ?
સા૦— શસ્ત્રો મેં જાતે જોયેલાં છે. એ બ્રિટિશ શસ્ત્રો હતાં.
ભુ૦— મારો ઉદ્દેશ કાર્યવાહીમાં ઢીલ કરવાનો નહોતો પણ એ જાતે જે જાણતા હોય તેની જ રજૂઆત કરાવવાનો હતો.
સ૦ વ૦ — ૧૯૪૪ ના ઑગસ્ટમાં રંગુનમાં એક પરિષદ ભરાયેલી તે તમને યાદ છે ?
સ૦ વ૦ – કૅ. મોહનસીંઘ જ્યારે આ૦ હિં૦ ફો૦ના સેનાપતિ હતા ત્યારે એક કાર્યવાહક સમિતિ હતી ?
સા૦— હા. એના પ્રમુખ રાશબિહારી બોઝ ઉપરાંત ત્રણ નાગરિકો તથા ત્રણ લશ્કરી અફસરો એ સમિતિમાં હતા. તે પછી આ૦ હિં૦ ફો૦ ભાંગી પડી. કૅ. મોહનસીંઘની સૂચના પ્રમાણે આ૦ હિં૦ ફો૦ નાં દફતરોનો અને બિલ્લાઓનો નાશ કરવામાં આવ્યો હતો.