પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૮૦ ]

હેઠાં મૂકવાનું અને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું ફરમાન કરવામાં આવ્યું એમાં મને મારી જાત પ્રત્યેનો અને એક સિપાહી તરીકેના મારા સ્વમાન પ્રત્યેનો મોટો ગેરઈન્સાફ જણાયો.

૧૯૪૨ના ફેબ્રુઆરીની તા: ૧૫-૧૬ની શરણાગતિવાળી રાતે અમને ફરમાન પહોંચ્યું કે 'કિંગ્ઝ કમિશન્ડ અફસરો' સહિત તમામ હિંદીઓએ ફેરર પાર્કમાં ભેગા થવાનું છે; અને તમામ બ્રિટિશ અફસરો અને બિન-અફસરોએ ચાંગીમાં એકઠા થવાનું છે. અમે બધા અને ખાસ કરીને તો અફસરો આ હુકમ સાંભળીને ઘણી નવાઈ પામ્યા, કારણકે સુધરેલી લડાઈના કાનૂન મુજબ હિન્દી કે બ્રિટિશ તમામ કેદી-અફસરોને તેમની ટુકડીએથી અલગ પાડ્યા બાદ એક સ્થળે ભેગા રાખવામાં આવે છે.

૧૬ મી ફેબ્રુઆરી ૧૯૪૨ની સવારે અમે અમારે એકઠા થવાના સ્થળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અમારા કમાન્ડિંગ અફસર મેજર મકાદમ અને બીજા બ્રિટિશ અફસરો બેટેલિયનને મળવા આવ્યા અને મારી સાથે હાથ મિલાવતા બેાલ્યા, ' હું ધારું છું કે આપણા રાહ જુદા પડવાની વેળા હવે આવી ગઈ છે.' અમને હિન્દીઓને રઝળતા છોડવામાં આવ્યા છે એવી માન્યતાને આ શબ્દોએ ટેકો આપ્યો.

ફેરર પાર્કમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ કર્નલ હંટે અમને જાપાનીસ જાસૂસી ખાતાના કમાન્ડર મેજર ફ્યુજીવારાના હાથમાં સોંપી દીધા. સોંપતી વેળા, કર્નલ હંટે આખી પરેડને 'હોંશિયાર' નો હુકમ આપી ઊભા - રાખી અને કહ્યું: ' હું તમને જાપાનીસ સરકારના હાથમાં સોંપું છું. જેમ તમે અમારા હુકમ પાળતા હતા તેમ એમના પણ પાળજો.'

૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીથી તે મેની આખર સુધી હું આ૦ હિ૦ ફેા૦ ઊભી કરવાની વિરૂદ્ધમાં હતો. ૧૯૪૨ના જૂનથી ૧૯૪૩ના