પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
લીલુડી ધરતી
 


‘હું એકો લઈને જુનેગઢ ગ્યો તો ખડપીઠમાં પાલો ઠલવવા.’

‘હા, પણ આપણાવાળા રમવા ગ્યા’તા, ઈ ક્યાંય ભેળા થ્યા તને ?’

‘એના જ સમાચાર આપવા આવ્યો છું. મુખીએ કીધું કે–’

‘ગોબરભાઈ જીત્યો કે હાર્યો ?’

‘કોઈ જીત્યું ય નહિ ને કોઈ હાર્યું ય નહિ—’

‘કેમ ? કેમ ભલા શું થયું ?’

‘ધિગાણાં જેવું થઈ ગ્યું.’

‘ધિગાણું ? ધિંગાણું થઈ ગયું ? કોની હાર્યે ?’

‘અંદરોઅંદર.’

‘કેમ કરતાં ? કિયે ઠેકાણે ?’

‘હું ખડપીઠમાં એકો છોડીને ઊંઘતો’તો ત્યાં તો માંડણને ઝોળીએ ઘાલીને ઈસ્પિતાલે લઈ જાતાં મુખી નીકળ્યા.’

‘માંડણને ? કે આપણા—’

‘માંડણને હાથને બાવડે છરીનો ઘા થ્યો છે.’

‘કોણે મારી ?’

‘ઈ ઓલ્યા અમરગઢવાળાની ભેગો હતો ને વેરસીડો, ઈ ણે.' જુસ્બે વિગતો આપી : 'કિયે છ કે એણે ઘા તો ગોબરભાઈ ઉપર ઉગામ્યો’તો, પણ માંડણે આડો હાથ ધરીને ઘા ઝીલી લીધો.’

‘માંડણે ગોબરનો આડા ઘા ઝીલી લીધો ? સાચે જ ?’

‘હા, કોણી ઉપર ઘા પડ્યો છે, પણ કાંઈ ચંત્યા નથી એમ મુખીએ કેવરાવ્યું છ.’

‘માંડણને ઘીરે વાવડ—’

‘આપીને જ આંયકણે આવ્યો છું. જીવતીને મેં કીધું કે ઈસ્પિતાલે આવવું હોય તો સવારમાં ફરીથી પાલો ભરીને જાઉં તંયે એકામાં બેહી જાજે. પણ ઈ બાઈ તો કિયેછ કે મુવો કાલ્ય