આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૮૭
મરતો હોય તો આજે ભલે મરે ! મારે ઈ કાળમખાનું મોઢું જ નથી ભાળવું.’
‘સાચે જ ?’
‘હા, ઈ તો કે’તી’તી કે પીટડિયાને કાળજે ઘા લાગવાને બદલે કોણી ઉપર શું કામ લાગ્યો ?’
જુસબ ઘાંચીને મોઢેથી સંતુ આ સમાચાર સાંભળી રહી અને રહીસહી નિદ્રા પણ ઊડી ગઈ......