પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સતના પારખાં
૧૦પ
 

 તો ચોંપભેર પાછી ફરી અને જે કેડીએ આવેલી એ જ કેડીએથી પાછી ફરવા એણે ઝડપભેર મેલડીના થાનક ઉપર ઠેક લીધી અને નવેળામાં થઈને ગામમાં દાખલ થઈ ગઈ.

ઘરમાંથી નીકળીને પાણીશેરડે આવતી વેળા જે ડાઘિયાએ સંતુને અભય આપ્યું હતું એ જ ડાઘિયો, એના પુનરાગમન વેળા જાગી ગયો અને મોટેથી ડાંઉ ડાંઉ કરીને ભસવા લાગ્યો.

ડાઘિયાના અવાજ સાથે નથુ સોનીની મેડીનું જાળિયું ઊઘડ્યું અને અજવાળીકાકીએ શેરીમાં નજર નાખી.

સંતુ ગભરાતી ગભરાતી ચોંપભેર ચાલી ગઈ.

ખડકીના અધખુલ્લા બારણાંમાં પેસતાં જ એને કાને હાદા પટેલનો અવાજ અથડાયો : ‘કોણ ?’

જવાબમાં કશું બોલવાના તો સંતુને હોશ રહ્યા જ નહોતા, તેથી એ ક્યારનું દબાવી રાખેલું રુદન ડૂસકે ડૂસકે વહાવી રહી.

 ***

લાંબા રુદનને આખરે જ્યારે બધો ઘટસ્ફોટ થયો ત્યારે શ્વશુરે કશો ઠપકો આપવાને બદલે સાંત્વન જ આપ્યું :

‘ગાંડી રે ગાંડી ! આવા ગામગપાટાથી ગભરાઈ જઈને કાંઈ જીવ કાઢી નંખાતો હશે ? સારું થયું, તને જુસ્બાનો એકો સામો જડ્યો, ને તને નવી જિંદગી દીધી ! ખબરદાર, હવે કોઈ દી કૂવો પૂરવાનો વિચારે ય કર્યો છે તો !’

પણ શ્વશુરના આવા સાંત્વનથી સંતુને થોડી શાતા મળે એમ હતી ? એની સામે તો ખુદ વિધાતા જ કોઈક ક્રૂર વેર વાળવા કૃતનિશ્ચય હોય એમ લાગતું હતું.

સવારના પહોરમાં જ અજવાળીકાકી જુસ્બાની ઘાણીએ તલ પિલાવવા જઈ પહોંચ્યાં ત્યારે જુસ્બાએ રાતની વાત કહેવા માંડી. ‘કો’ક દખિયારી બાઈ કૂવે પડવા આવી’તી, પણ મારા એકાનો સંચાર સાંભળીને પાછી વળી ગઈ ને મેલડીમાના થાનક ઉપર ઠેક