ગામબાર્ચ કાઢવાનું નથી.’
એક આંખ નાગી કટાર સામે માંડીને અને બીજી આંખ દૂર ચાલી રહેલા ‘દલ્લી દેખો !’ વાળા તમાશા પર નોંધીને અન્યમનસ્ક જેવો બેઠેલો રઘો આ વિનંતી સાંભળીને વિસ્મય અનુભવી રહ્યો. જોયું તો સામે જીવા ખવાસે જાણે કે ખેાળો પાથર્યો હતો.
‘ગોર બાપા ! ગામને પાપે તમે બવ કહટ વેઠ્યાં, હવે હાંઉ કરો ને તણ્ય તણ્ય અપવાસનાં પારણાં કરો.’
રઘાએ જીવાની આંખમાં પોતાની આંખ પરોવી કે તરત જીવો ધ્રૂજી ઊઠ્યો,
‘ભૂદેવ ! મેં તમને બવ દૂભવ્યા છે... ભામણના દીકરાની આંતરડી કકળાવીને કોણ જાણે કિયે ભવ છૂટીશ ? પણ આ ભવમાં તો મારો વાંકગનો ભૂલી જાવ !’
રઘો સાંભળતો રહ્યો. ઠાકરદ્વારે બેઠાં એને ક્યાંથી ખબર પડે કે આ ક્ષમાયાચક ઉક્તિઓ જીવો નથી બોલતો પણ પાદરમાં આવીને પડેલી શંકરભાઈ ફોજદારની મોટરગાડી બોલાવી રહી છે ?
ગ્રામજીવનની આવી અટપટી જીવનરીતિ સમજવાને અશક્ત અને અબુધ એવો ગિરજાપ્રસાદ આશ્ચર્ય મુગ્ધ બનીને આ નાટક નિહાળી રહ્યો.
‘હાદા પટેલ પાહે હું હંધી ય પેટછૂટી વાત કરીને આવ્યો છું. ઈ સતીમાના ગોઠિયા તો સાગરપેટા, એટલે મારા હંધા ય વાંકગના માફ કરી દીધા છે... મેં પાપ કરવામાં પાછા વળીને પછવાડે જોયું નથી. તમે ગોરદેવતા તો મા ગવતરી જેવા ગણાવ, તમને દૂભવીને તો હું દહ ભવે ય નંઈ છૂટું. કિરપા કરી ને મારાં કરતૂક હંધાં ય ભૂલી જાવ !’
જીવો રાજરમતનો જબરો ખેલાડી હતો. પણ રઘાએ જીવા કરતાં વધારે ખેલ ખેલી જાણ્યા હતા. જીવો તો એકલી ઓઝતનું જ પાણી પીને મોટો થયો હતો, પણ રઘાએ તો અલકમલકનાં