નીકળી છે ?’
લાકડીના ફટકા સાથે જ વૃદ્ધાના મોઢામાંથી નીકળી ગયેલા વૉયકારાને ગણકાર્યા વિના જ પસાયતાએ એને ઊડઝૂડ પ્રહારો કરવા માંડ્યા :
‘નામ સિનેમા દેખાડવાનું ને ધંધા જાકુબીના ? બોલ્ય, ક્યાં સતાડ્યાં છે હંધાં ય છોકરાં ?’
પસાયતાના આ પ્રશ્નના ઉત્તરમાં ડોશીએ કોઈક એવી તો જડબાતોડ ભાષામાં ગોટા વાળ્યા કે એનાં ઉચ્ચારણોએ શ્રોતાઓને હસાવ્યા, ને કાસમને બમણો ઉશ્કેર્યો. કોઈક સરહદી લોકબોલીના વળતા ઉત્તરમાં પસાયતાએ શુદ્ધ સોરઠીનો પ્રયોગ કર્યો.
‘રાંડ ગોલકીની ! મારી સામે ગોટપીટ કર છે ? ભીંગડાં ઊખેડી નાખીશ, ભીંગડાં !’
અને આ વખતે તો વૃદ્ધા કોઈ અજાણી બોલીમાં કશો ખુલાસો પણ કરી શકે એ પહેલાં જ કાસમે ધડ કરતીક લાકડી ફટકારી દીધી.
‘દલ્લી દેખો’ના ખેલમાં અડધેથી ભંગ પડ્યો. કેટલાંક ટાબરિયાં તો પસાયતાને જોઈને જ બીકનાં માર્યાં નાસી ગયાં હતાં; બીજાં કેટલાંક આ ભાઠાવાળી ભાળીને ભાગ્યાં. અને હવે તો કાસમે જે ચોંકાવનારી પૂછગાછ કરવા માંડી એ સાંભળીને તો મોટેરાંઓ પણ ભડકી ગયાં, અને વિચારવા લાગ્યાં કે આમાં જરૂર કશોક ભેદ છે.
‘બાઈ પરમલકમાંથી કાંઈક કાળું-ધોળું કરીને આવી લાગે છે.’
‘આમ દીઠ્યે તો રાંકડી લાગે છે ને વાસી રોટલા માગી પેટ ભરે છે; પણ માલીપાથી કંઈક મેલી લાગે છે.’
કાસમની ગાળાગાળી ને ભાઠાંવાળી બન્ને ચાલુ હતાં.
‘ઝાંપેથી હાલવાને સાટે નજર ચૂકવીને છીંડેથી ગામમાં ગરી