પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂરજ ઊગતાં પહેલાં
૨૦૧
 


‘ઈ તો એને ભગવાને જ મોકલ્યો હશે ને !’ માંડણે કહ્યું. ‘કાકી ! જી થાય ઈ સારા સારુ જ થાય, એમ ગણો. આ ગગીનું આયખું લાંબું લખાણું હશે. ઈ આપણે કેમ કરીને ટૂંકાવી હકીએ ?’

વળી અંદરથી અવાજ ઊઠ્યો

‘મા ! હવે તો મને એનું મોઢું જોવા દે!’

અને માતાના મગજની કમાન છટકી. વડછકું ભર્યું :

‘મોઢાં જોવાંની સગલી ! મૂંગી મર્યની ! લાજતી નથી ને માથેથી ગાજશ ?’

‘હવે ઠાલાં આકળાં થાવ મા, કાકી !’ માંડણ વીનવી રહ્યો. ‘આ ગભુડિયા ઉપર જરાક દિયા કરો ! ઉઘાડે દિલે ને કૂતરાંની દાઢ વચ્ચે બેહીને લાંબો પલ્લો કરી આવ્યું છ, તી એને માને થાનેલો મેલો. બે ઘૂંટડા પેટમાં જાહે તો ડિલમાં કાંટો આવશે—’

‘માંડણ, ગગા ! મારી જડીની લાજ હવે તારા હાથમાં છે—’

‘જડી તો મારી માની જણી બે’ને સમાણી—’

‘તો ઠીક, ગગા ! તારા સિવાય બીજા કોઈને વાતની જાણ્ય નથી ને ?’

‘એક આપણો ડાઘિયો જાણે છે—’

‘એનો વાંધો નહિ.’

’ને બીજો જાણે છે ઉપર બેઠો ઈ હજાર હાથવાળો—’

‘એની તો આ હંધીય લીલા છે.’ અજવાળીકાકીએ આખરે કબૂલ કર્યું.

‘તો ઠીક. ઈ ભગવાને જ આ ગગીને જીવતી રાખી એમ ગણોની ! નીકર ઈયાં કણે હાથિયે પાણે તો રોજ રાત્યે દીપડો મારણ કરીને ઘૂને પાણી પીવા આવે; જરખ ને નાર તો સેંથકનાં ૨ખડતાં હોય; એમાં આ મૂંગો જીવ હેમખેમ રૈ’ ગ્યો, ને જડીબે’નને ખોળે પાછો આવ્યો, ઈ ભગવાનનો પાડ માનોની !’

માંડણે અજવાળીકાકી માટે ભારે મુંઝવણ ઊભી કરી. આ