પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લક્ષ્મી ચંચળ, ચાલતી ફરતી ભૂદેવી ઊભી ન થાયજી
સસરાનાં ઘરમાં રહેવું મારે કોઈને ન કહેવાયજી
-શિવજીને લેવો છે

ઉપરાણું લઈને મારે ઉછાળા સાગરનાં ઘરમાંયજી
શેષનાગની શૈયા મારી ડગમગ ડોલા ખાયજી
-શિવજીને લેવો છે

વાહન મારો ગરૂડ એવો શેષને ખાવા ધાયજી
એકબીજા પૂર્વનાં વેરી રોજનાં ઝગડા થાયજી
- શિવજીને લેવો છે

સુખ દુઃખ તો હોય સંસારે લખ્યાં લલાટજી
દેવ આપણે દુઃખથી ડરીયાં તો માનવીનું શું થાયજી?
-શિવજીને લેવો છે

વાત સુણી વિષ્ણુ કેરી હર હસ્યાં શિવરાયજી
તમે પધારો ક્ષીર સાગરમાં હું જાવું કૈલાસજી
-શિવજીને નથી લેવો

બન્ને દેવો પાછા વળીયા કરીને દિલડાની વાતજી
અમુલખ દેવના દેવથી પણ છૂટ્યો નહી સંસારજી
– શિવજીને નથી લેવો સંન્યાસજી