પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમામ ભાગોમાં ગુલામીની કાયમ માટે મનાઈ કરવામાં આવી. લિંકનને આશા હતી કે માલિકોને વળતર અપાશે.

યુદ્ધની બાજી બદલાઈ ગઈ હતી. સંઘસરકારે કરેલી દરિયાઈ નાકાબંધીએ દક્ષિણના વેપારને ખોરવી નાખ્યો હતો. જમીન ઉપર સંઘસરકારનાં સૈન્યોએ પશ્ચિમમાંથી કિનારા તરફ આક્રમણ કરી કોન્ફેડરેટ સૈન્યોને વિભક્ત કરી નાખ્યાં અને દક્ષિણી સૈન્યોને ઘેરી લેવા ઉત્તર તરફ વળાંક લીધો.

લિંકન ખુવારીની વધતી જતી યાદી ખિન્ન હૃદયે જોઈ રહેતા હતા. પણ તેમના ખેદમાંથી તેમણે તમામ રાષ્ટ્રો માટે એક અભિજાત લોકશાહી આદર્શનું ઉચ્ચારણ કરવાની પ્રેરણા મેળવી. ૧૮૬૩ની શરદઋતુમાં તેમણે ગેટિસ્બર્ગ (પેન્સિલવૅનિયા) ખાતે પ્રતિજ્ઞા કરી કે ઈશ્વરની રાહબરી નીચે આ રાષ્ટ્રમાં મુક્તિનો પુનરવતાર થશે

શોકની વચ્ચે — લોકશાહી આદર્શ.