પૃષ્ઠ:Lokmanya Lincoln or Lokmanya Linkana (Gujarati) on Abraham Lincoln.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આખરે શાંતિ અને પુનર્રચનાનું આગમન થયું.

અને...લોકોની, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર આ દુનિયા પરથી નાશ નહિ પામે.”

૧૮૬૫ માં યુદ્ધથી છિન્નભિન્ન થયેલા આ મુલ્કમાં અંતે શાંતિ સ્થપાઈ. દેશ ફરી પાછો એક બન્યો. પાછાં ફરેલાં રાજ્યોને તરત સ્વશાસન મળે, સંઘ પ્રત્યે વફાદારી જાહેર કરનાર સૌને માફી મળે, હબસીઓને પોતાની નવી સ્થિતિને અનુકૂળ બનવામાં મદદ થાય અને દક્ષિણને આર્થિક રીતે પગભર થવામાં મદદ થાય એવી પુનર્રચનાની ઉદાર યોજના પ્રમુખે તૈયાર કરી નાખી.

લિંકને પોતાના બીજા મંગળ પ્રવચનમાં પોતાનો માર્ગદર્શક સિદ્ધાંત બતાવ્યો હતો : “કોઈ પ્રત્યે દ્વેષ વિના, સૌની પ્રત્યે અનુકંપાપૂર્વક આપણે રાષ્ટ્રના ઘા પર પાટાપિંડી કરવા લાગી જઈએ, આપણી અંદરઅંદર અને તમામ દેશો સાથે ન્યાયી અને ચિરંજીવ શાંતિ સિદ્ધ કરે અને ટકાવે એવું બધું કરી છૂટીએ.”