પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તમારા મનને નિશ્ચય થાય કે આ પ્રેમપીડામાં મઝા છે કે નહિ અથવા તમારી પૂર્ણ રીતે ખુશી હોય તો જ.

લિ... ...ના પ્રેમપૂર્વક પ્રણામ
 
♣♣


પત્ર ૯
૧૨-૮-૮૫
 

આટલા દિવસથી પત્રનો ઉત્તર શા કારણથી નથી લખ્યો તે તુરત લખશો.

મેં જે પત્રો લખ્યા તે પથ્થરને પિગળાવે. વજ્રને તોડી નાંખે, પહાડને ફાડી નાંખે એવા છે. તે પત્ર વાંચીને જેનામાં પ્રેમનો અંશ હોય, દયાનો છાંટો હોય, અને સામાન્ય રીતે પણ જેનામાં કંઈ પ્રાણી ઉપર સ્નેહ હોય તો તેને એ પત્ર અસર કર્યા વિના રહે જ નહિ. શું ત્યારે તમને એ પત્રથી લેશપણ અસર ન થઈ ? 'પ્રેમ' 'પ્રેમ' એવી ભાષણમાં, ગ્રંથમાં, નિબંધમાં, કે ચોપાનીયામાં સર્વસ્થલે ગર્જના કરી ઉઠો છો તે સમજ્યા વિના જ? અને બીજાને ખાલી ખાલી 'વજ્રહ્રદયીને ભેદવાને તો મજબૂત હથિયાર જોઈએ.' વળી તે પછીના પત્રમાં 'તમે તો મારા પત્રમાં સમજતા નથી.' હું તમારા પત્રને નથી સમજતી, કેમ ? અને તમે મારા પત્રમાં સમજો છો, એમ કે? વારૂ, તમારા પત્રમાં એવી શી ચતુરાઈ ભરી હતી કે હું ન સમજી ? વજ્રહ્રદયીને ભેદવાને હથિયાર હથિયાર ઠામ ઠામ પત્રમાં ઉછાળ્યાં તે એ શબ્દનો અર્થ હુ મુદ્દલ સમજી નથી એમ હું ખચીત કહું છું. મેં લખ્યું કે સ્ત્રીના હાથમાં તે એવાં હથિયાર શોભે? એનો અર્થ એ કે સ્ત્રી કદી મરી જાય પણ પોતાના ભીતરની વાત પુરૂષ આગળ કરી શકતી નથી. વળી બાહ્યોપચાર શિવાયનાં બીજાં હથિયાર લઈને પોતાના મિત્રને ભેદે એવું કોણ અભાગિયું હોય ? એમ પણ લખ્યું છે તે મારકાપની મતલબ સમજીને. કેમ ? ના ! ના ! નહિ જ. એનો અર્થ તો એવો દબદબા ભરેલો છે કે જાણનાર હોય તે જાણે – તેને જ અસર થાય. લખવાની મતલબ એવી