હોય છે, તેથી પણ તે વખતથી તે આપણાથી ખાનગી રાખે છે. બાળકમાં આ બધી વાતો આપણે ઉદારતાથી ચલવવી જોઇએ. તેની ખાનગી વાતો માટે સન્માન રાખવું જોઈએ; તેમાં વચ્ચે ન પડતાં તેનું પાવિત્ર્ય ગંભીરતાથી સ્વીકારવું જોઈએ. જો આપણે બાળકોની વાતો જાણવા આપણું વર્તન છૂપી પોલીસ જેવું નહિ રાખીએ ને તેમને ખાનગી વાત કરવાની છૂટી આપીશું, તો આપણને જાણવા જેવું તેઓ આપણને ઉઘાડે દિલે કહેશે જ. તે ખાનગી-અખાનગી વચ્ચેનો ભેદ સમજશે જ. તેએ આપણી ખાનગી વાતને પણ માન આપશે જ, તથા કાન માંડીને સાંભળવાનું મન કરશે નહિ.
“અરે, વિનું ! આ ચાક કોણે બગાડ્યો ?”
વિનુ કહે : “એ તો ચાકનાં ચીતર કાઢ્યાં છે.”
બા પૂછે છે : “અલી વિજુ ! ત્યાં ઠામ કેમ પછાડે છે ?”
વિજુ કહે છે : "ઠામ નથી પછાડતી; એ તો અવાજ સાંભળું છું.
“કાં ભાઈ ! રમકડાં કાં ભાંગી નાખે છે?”
“એ તો અંદર શું છે, એ જોઉં છું.”
“ત્યાં બેઠો બેઠો બગાસાં કા મારે છે ?”