બાળકોને પણ જીવન છે. તેમને ખાનગી વાતો હોય છે. તેઓ આપણાથી ગલીચ કે ગંદી વાતો છાનીછપની કરે છે, કારણકે તેઓ માને છે કે જો તેની ખબર આપણને મોટાંઓને પડશે તો આપણે તેમને વઢશું અગર મારશું. જો આપણે બાળકોનો વિશ્વાસ મેળવી શકીએ,જો આપણે “આવી વાત ન જ થાય; કરીશ તો મારીશ.” વગેરે કહીને તેમને ખાનગી તરફ દોર્યા ન હોય તો તે આપણી સાથે ઘણી ઘણી વાતો સાફ સાફ કરશે. જ્યાં સુધી બાળકોને મન તેમની વાતો સાવ નિર્દોષ છે, કરવા જેવી છે, ન ઢાંકવા જેવી છે, ત્યાં સુધી આપણે તેને ગુપ્ત રાખવા જેવી ન બનાવીએ. એમાં આપણી શરમ કે અશ્લિલતા ન ભાળીએ. આ વાતો બાદ કરીએ તોપણ બીજી ઘણી વાતો છે કે જે બાળકો એકાંતમાં ગુપ્તપણે કરવા માગે છે; તેમાં તેઓ વાતને ઢાંકવા જ માગે છે એવું નથી હોતું. કેટલાંએક બાળકો એવાં શરમાળ એટલે મોંસંતાં હોય છે કે તેઓ કહેવા જેવી વાતો પણ આપણને કહી શકતાં નથી, અથવા તો ખાસ સંતાડ્યા કરે છે. કેટલાંએક નાજુક પ્રકૃતિનાં બાળકો જેમ પોતાનું નામ, કામ વગેરે અન્યથી ઢાંકે છે, તેમ જ તેઓ પોતાની વાતો પણ છુપાવે છે. આવાં બાળકો વાતસંતાં કહેવાય. જરાક ઉત્સાહ આપી આપણે તેમને આપણી પાસે લઇશું તો તેઓ પોતાની બધી વાત આપણને કહેશે. અપરિચયને લીધે પણ બાળકો આપણાથી પોતાની વાતો ખાનગી રાખે છે. ઘણી વાર આપણી બાળકોની વાતો તરફની બેકદર પણ તેમને આપણાથી દૂર રાખે છે. ઘણી વાર વાત કહેવાનો પ્રસંગ જ આવ્યો હોતો નથી તેથી વાત મનમાં ને મનમાં પડી રહે છે, ને ખાનગી રહ્યાનો દેખાવ થાય છે. ઘણી વાર ઉઘાડા દિલથી વાત કહેનાર બાળકને આપણે પાછું પાડેલું
પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૧૭
દેખાવ