બોરિયાં વગેરે પાછળ બીડે છે. આ ફેશનનો નમૂનો છે. એ ક્યાંથી આવી અને કોણે કાઢી તે તો કોણ જાણે; પણ બાળકોને પાછળ બુતાન રાખવાં ગમે છે. માબાપો તેવાં જ ફરાકો કરાવે છે; દરજીઓ તેમ કરવા બેઠેલા જ છે. ફેશન ફેંકનારા આ પરદેશીઓ અને તેને નમીને ઝીલનારા આપણે તથા તેનો અમલ કરી દેવાવાળા દરજીઓ, એ ત્રણેની વાત અહીં નહિ કરીએ. અહીં તેનો ભોગ થઇ પડેલાં બાળકોને તેમાંથી છોડાવવાનું નક્કી કરીએ.
જ્યારે જ્યારે કપડાં પહેરવાં હોય ત્યારે બાળકોએ માબાપનું શરણુ લેવું પડે છે. “બા ! બુતાન બીડી દે.” “બાપા ! હૂંક બીડી દ્યો.” બા અને બાપાને બહુ કામ હોય છે. એ આ બધું ક્યારે કરે? બા મોટી દીકરીને ધમકાવે છે : “એ, બુતાન બીડી દે.” બા નોકરને કહી દે છે “અલ્યા એ, બુતાન બીડી દે તો ?” હાથ હોવા છતાં અપંગ બનેલું બાળક ઊભું રહે છે; બીજું કોઇ બુતાન બીડે છે ત્યારે તેનાથી કપડું પહેરાયું વદે છે–ત્યારે તેનાથી બહાર જવાય છે. એમ જ કોઇ ને કોઇ મદદ માટે જોઈએ જ. પાછળ બુતાનનાં ફરાકોનો શોખ કરવા માટે બાળકને બે વાર બે માણસોની ગુલામી સહેવાની.
એ તો ઠીક; પણ ફરાક ભીનું થયું. છતાં બાળક પોતાની જાતે કાઢી શકે નહિ. ઘામ થાય છે ને ફ્રોક કાઢવાનું મન થાય છે; બાળક જાતે તેમ નહિ કરી શકે. ફ્રોક સળગ્યું અને બાળક દાઝે છે; બાળક કેવી રીતે ફરાકને કાઢી શકવાનું? પાછળ બુતાન આ રીતે બાળકને હેરાન કરે છે. છતાં બાળકને તે ગમે છે-કેમકે માબાપને તે ગમે છે, કેમકે