અમાપ ક્રિયાશક્તિ રહી છે તેનાથી તેએ અજ્ઞાત જ રહી જાય છે !
ફેશન ઘણી વાર સગવડ-અગવડની દરકાર નથી કરતી, એટલું જ નહિ પણ આપણને તકલીફ આપે છે. ફેશન પાછળ વિચાર હોય જ છે એમ નથી; વિચાર કરવાવાળા પણ ફેશનના ભોગ થઈ પડે છે. ડાહ્યા લોકો પણ ઘણી વાર ફેશનમાં ખૂબી, સૌંદર્ય, યોગ્યતા વગેરે ભાળે છે અને નુકસાનકર્તા અથવા ત્રાસદાયક ફેશનનો પણ બચાવ કરે છે!
ફેશનનો ભોગ થઈ પડેલાં માબાપોનાં બાળકો પણ ફેશનનો ભોગ થઈ પડે છે. એમાં નવાઇની વાત નથી. બાળકો અમસ્તાં યે માબાપનાં ભોગ થઈ પડેલાં જ છે!
માબાપોને જે ફેશનેબલ અને સુંદર લાગે છે તે બાળકોને માથે આવી પડ્યા કરે છે. માબાપો સુંદર કહે છે : આસપાસના લોકો પણ તેમ જ કરે છે, તેમનાં બાળકો પણ તેમજ કરે છે. એટલે બાળક જાતે તેનો ભોગ થઈ પડે છે. પછી તો માબાપો પણ કહી શકે છે : “બાળકોને ગમે તે તો કરવા દઇએ ને ?” પણ ખરી રીતે એમાં બાળકો તથા માબાપો બંનેની ફેશનનો ભોગ થઈ પડવાની ગુલામી વૃત્તિ છે.
બાળકો આજકાલ ફરાક વગેરે પહેરે છે તેમાં બુતાન,