લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
મા બાપ થવું આકરું છે
 

જાય છે, ત્યારે આપણે તપાસવું જોઇએ કે આનું કારણ આપણું ટોકવું તો નથી ? આનું કારણ આપણે એની પ્રવૃત્તિઓ જોઈને રાજી નથી થયાં એ તો નથી ? આનું કારણ આપણી સહાનુભૂતિનો અભાવ તો નથી ? અમીદૃષ્ટિના અભાવનાં આ બધાં લક્ષણો છે.

અમૃતની દૃષ્ટિ અને વિષની દૃષ્ટિ જાડી અને ઝીણી બંને છે. બાળકને પ્રસન્નતાથી બોલાવીએ ને જવાબ આપીએ એ જાડી દૃષ્ટિ; બાળક કાંઈ કરે અને તે પ્રેમથી નિહાળીને મનમાં ખુશી થઈએ—ભલે બાળકને તેની ખબર પણ ન પડે, તે ઝીણી દૃષ્ટિ. બાળક આપણી પાસે ઈનામ નથી માગતું પણ કદર માગે છે; બાળક આપણી પાસે ઇનામ નથી માગતું પણ આપણે રાજી થયાં છીએ તેટલું તો માગે જ છે. બાળક આપણને કહેતું નથી કે બધું અમારું જોયા કરો ને પાસે બેસી રહો; તે એટલું જ માગે છે કે આપણે તેની સામે નથી જોતા એમ નથી, પણ તેની સન્મુખ જ છીએ; ને જ્યારે તે આવશે ત્યારે હેતથી વધાવીશું ને શાંતિથી સરલ ને સ્નેહભર્યો ઉત્તર આપીશું; મુશ્કેલી હશે તો દૂર કરીશું અગર દૂર કરવામાં મદદ કરીશું.

વિષની જાડી દૃષ્ટિ એટલે કે આપણે બાળકના પ્રયત્નને હડધૂત કરીએ, મૂરખ ગણી હસી કાઢીએ વગેરે. વળી, ભલે આપણે બાળકને કશું કડવું વેણ કહીએ નહિ, પણ જો આપણી આંખ તેને નિસ્તેજ જણાય, આપણો ચેહરો તેને આદર ન આપતો હોય, આપણી વાણી તેને ઠંડી ને સૂકી લાગતી હોય, આપણું વર્તન તેને સમજાતું ન હોય, આપણી રીતભાત ખડબચડી તેમ જ અવગણનાભરી હોય, તો બાળકને તે બધું દુઃખરૂપ થાય છે. એ બધું આપણે ત્યારે જ કરીએ