આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમીદૃષ્ટિ
૧૩૯
છીએ અગર થાય છે કે જ્યારે આપણી દૃષ્ટિ બદલાય છે, જ્યારે આપણી દૃષ્ટિ અમૃતની મટી વિષની થાય છે.
બાળકો દૃષ્ટિનો ભેદ તુરત સમજે છે. પાડોશીની બાઇએ બાળક પર કેવી દૃષ્ટિ ફેંકી અગર નાના કાકાએ જીવી ફોઈના દીકરા પર કેવી નજર દેખાડી તે બાળક પકડી શકે છે, ને માબાપને કહી પણ શકે છે. આ આપણો સામાન્ય અનુભવ છે. આપણે બાળકોને અમીદૃષ્ટિથી ઉછેરીએ અને આપણી પાસેથી, આપણાં ઘરોમાંથી ને આસપાસમાંથી આપણાં બાળકોનું જીવન મીઠું કરવા કડવી દૃષ્ટિ હાંકી કાઢી સઘળે અમીદૃષ્ટિ પાથરીએ.
આપણું અને બાળકોનું—ઉભયનું એમાં જ કલ્યાણ છે.