લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ટોકણી
૪૫
 

આપણે બાળકોમાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઇએ. થોડી પણ શ્રદ્ધા રાખશું તો જરૂર તેઓ આપણને ખાતરી કરી જ આપશે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે. બાળક નાનું છે પણ મનુષ્ય છે; તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું છે. આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં મદદ કરવાનું છે. આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ.


[ ૧૪ ]
ટોકણી
 

જેઓને વારંવાર દવા લેવાની ટેવ પડી ગયેલી હોય છે તેઓને દવા બહુ જ થોડી અથવા સાવ જ નહિ જેવી અસર કરે છે. દાક્તરને દિનપ્રતિદિન દવાનું પ્રમાણ વધારવું જ પડે છે. દાક્તર આવા દરદીઓને ‘ક્રૉનિક પેશન્ટ્સ’ કહે છે. દાક્તરો દવા આપ્યા કરે છે, દરદીઓ દવા પીધા કરે છે, રોગ આગળ વધે છે, ને જીવન ઘસાતું જાય છે!

આનું કારણ શું? મૂળ કારણ માણસ માંદો પડ્યો તેમાં છે. તેણે જો આરોગ્ય જ સાચવ્યું હોત તો તેને દવા પીવી ન પડત; બીજું કારણ દાક્તરે તેને નીરોગી રહેવાને માર્ગે મૂકવાને બદલે માત્ર રોગ જ મટાડવાના પ્રયત્ન કર્યો; ત્રીજું કારણ રોગ જેમ જેમ ન મટતો ગયો તેમ તેમ વધારે ને વધારે તેજ ડોઝો આપવામાં આવ્યા. હવે દાક્તરો અને શરીરશાસ્ત્રીઓ માનવા લાગ્યા છે કે આ દવાના ઉત્તેજકો અને મંદ પરિણામોમાંથી મુક્તિ આપવા માટે દવાખાનાને બદલે