લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
મા બાપ થવું આકરું છે
 

ટેવ મુકાવતાં તેને કેટલી બધી વાર રોવું પડતું? આપણને કેટલી બધી મુશ્કેલી પડેલી ?”

ચંપાની બા : “વાત તો સાચી છે.”

ઇંદુ: “આપણને એક વાર અનુભવ થયો હતો છતાં ગંગુ અને નટુ એવાં જ તેડકાં થઈ ગયાં હતાં. રમુની બાબતમાં થોડો ઘણો ગેરલાભ જાણ્યો હતો છતાં આપણા ઘરમાં પાડોશીની દેખાદેખીથી નોકરોનું શરણ એવું ને એવું જ રહ્યું. આપણે પણ જરા વધારે કામકાજમાં પડ્યાં. આપણે એમ માન્યું કે નોકરો બાળકને સાચવી લે તો આપણે આપણું કામ વધારે અને સારું કરીએ: આપણે ગંગુ નટુને એ રીતે નોકરના હાથમાં વધારે જવા દીધાં. નોકરોને તો બધું કામ પતાવીને બરાબર વખતસર પહોંચી વળવાનું. તે છોકરાંઓનું મન જોઈને તેમની પાછળ ચાલે તો આપણે જ કહીએ : ‘જો, નકામો વખત ગુમાવે છે !’ પછીથી તો નોકરને જ્યાં ત્યાં બાળકને તેડીને પહોંચે જ છૂટકો. બાળકને એક ખોટી ટેવ પાડી; એ જ વસ્તુ એને વૈભવરૂપ લાગી. બાળક વૈભવનું દાસ બન્યું. પછી નોકર ન તેડે તો તેને રડવાનું જ રહ્યું. આપણે પણ બાળકો રડે માટે નોકરને વઢવાનાં જ. આવી રીતે બાળકો તેડકાં થાય છે. આપણાં બાળકો પણ એ જ ઢબે ઊછર્યાં ને ગુલામ બન્યાં હતાં.”

ચંપાની બા: “વાત તો ખરી; બન્યું પણ એમ જ હતું.”

ઇંદુ : “પછી નોકરોથી આપણે છૂટ્યાં ને નોકરો ( આપણાં ) બાળકોથી છૂટ્યાં. ચંપાને કોઈ તેડનાર નથી, અને આપણે એને નાનપણથી જ્યાં ચાલવું હોય ત્યાં બની શકે ત્યાં ચાલવા જ દીધી છે. એટલે તે ચાલવાની શોખીન