લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકો બીકણ કેમ થાય છે?
૬૫
 

દેખાયાં. તે વખતે મારું ધ્યાન એના તરફ એટલું બધું ગયેલું નહિ. થોડી વારે મેં ટીકુને જેમ પ્રાણીઓ ભયને પ્રસગે આંખ બંધ કરીને જે થવાનું હશે તે થશે એમ ધારી ઊંધાં સૂઈ જાય છે, એમ ધોયેલાં કપડાંમાં આંખો મીંચીને ઊંધી પડેલી જોઈ. તપાસતાં તરત માલૂમ પડ્યું કે તે ઉંદરથી બીતી હતી. ભયને લીધે તે આટલી ઉઘાડી રીતે પણ આંખ બંધ કરીને સંતાઈ હતી.

મારી ભૂલ મને સમજાઈ. હું તેને ફરી વાર બારી પાસે લઇ ગયો. ભય ટાળવા મેં કહ્યું : “એ તો ઉંદર હતો; હું તેને કાઢતો હતો.” પણ તેની બીક ગઈ નહિ. મેં ઉપર કહ્યું તેમ મારી ઉંદર કાઢવાની રીતથી તે ઉંદરથી બી ગઈ હતી. ત્યાર પછી તે ભીંત સામે જોઈને ‘ઉંદર’ એમ કહીને બીતી; ઘોડિયામાં સૂતી હોય તો ભીંત સામે જોઈને બેચેન થતી; ખાટલામાં હોય તો ઉંદરની બીકે તે પાસે આવતી ને મૂંગી મૂંગી પડી રહેતી; આંખ ફાડી રાખતી ને હાલતીચાલતી નહિ. આખરે મેં ઉંદર નાસી ગયો છે, મેં તેને કાઢી મૂક્યો છે, હવે તે નથી જ કારણકે ‘ચૂં ચૂં’ બોલતો નથી, એવી ખાતરી કરી આપી અને તેને ભયમાંથી મુક્ત કરી.

ઘણી વાર આવી રીતે જેમાં કશું બીવાપણું હોતું જ નથી તેનાથી પણ આપણી પોતાની વર્તવાની રીતને લીધે બાળકો બીતાં શીખે છે. ઘરમાં કૂતરું પેસે ને બા કે ભાઈ હાથમાં લાકડી લઈને જુસ્સાથી બેધડકપણે તેને હાંકી કાઢશે તો બાળક તે પ્રમાણે કૂતરાને હાંકી કાઢતાં શીખશે; પણ જો બા કે ભાઈ તેનાથી ‘ઓયવોય’ બોલીને ડરીને ભાગશે તો બાળક પણ ડરતાં શીખશે, મોટાંઓને અંધારામાં ઝઝકતાં