લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
મા બાપ થવું આકરું છે
 

છું; તેમને માટે ચિંતા રાખું છું. પણ તેમને મારા જેવાં સ્વાધીન અને સ્વતંત્ર તેમ જ આનંદી બનાવવા મહેનત કરું છું.”

ચંપાની બા કહે: “ત્યારે, ભાઈ! હું તારે ત્યાં થોડા દિવસ રહેવા આવું ને તું કેમ ચલવે છે તે નજરે જોઉં, તો ખબર પડે.”

શામજીભાઈ કહે : “ભલે, આવતે અઠવાડિયે જ આવ ને રહે. ઘર તો તારું જ છે ને !”

ચંપાની બાનું હૈયું કંઇક હેઠે બેઠું.


[ ૨૨ ]
તું સાંભળતી નથી
 

“બા હું તને પીરસવા માટે ઝીણી ઝીણી ઘણી બાબતો કહું છું પણ તું સાંભળતી નથી; ને પછી હું પૂરું ખાધા વિના ઊઠી જાઉં છું” જમતાં જમતાં નાની લલી કંટાળા સાથે લાચારીથી બોલી.

નાની લલી સાત વર્ષની છે, પણ તેની બુદ્ધિ તેજ છે. તે ઝીણી ઝીણી વાતો સમજે છે, ને બધું ભાષા દ્વારા વ્યક્ત કરે છે.

નાની લલીને બીજાં ચાર ભાંડરડાં છે. ચાર ભાંડરડાં અને એક પિતા બધાં સાથે જમવા બેસે છે. બાના મનને રહે છે કે ઊની ઊની ખાખરી કરતી જાઉં અને સૌને ઊનું