પૃષ્ઠ:Mabapone.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૨૭
 

છે. પરિણામે નાના છોકરા છોકરીઓ પણ ગંદું ગંદું રમતાં શીખી જાય છે, ને તેનો પ્રચાર ગુપ્તપણે કરે છે. જો પકડાય છે તો આપણે તેને મારીએ છીએ કે વઢીએ છીએ; તેથી તેઓ ત્યાર પછીથી વધારે ગુપ્તપણે તે આચરે છે.

વળી આપણે ત્યાં મહેમાનો વગેરે આવે છે. તેઓ પણ હંમેશાં ખરાબ આદતોમાંથી મુક્ત હોતા નથી. તેઓ સાથે આપણે આપણાં બાળકોને સુરક્ષિત માનીએ છીએ. તેઓની ભેગાં બાળકો સૂએ છે ત્યારે તેમની પાસેથી પણ તેઓ અજાણપણે કંઈક ગંદું શીખી જાય છે. આ મહેમાનોમાં પુરુષો તેમ જ સ્ત્રીઓ બન્નેનો સમાવેશ થાય છે.

છાત્રાલય જેવાં સ્થળોમાં વસતા વિદ્યાર્થીઓમાં તો આવા કામની ગુરુદીક્ષા આપવાવાળા તૈયાર જ હોય છે. તેવા ગુરુઓના પરિચયમાં કે શિષ્યના પરિચયમાં આપણા બાળકો આવ્યાં તો તેમના પરિચયનો લાભ મળ્યા વગર રહેતો જ નથી.

આપણે સમજી શકીશું કે આ બદી ક્યાંથી આવે છે. સોબત, પરિચય, સંગ એ આ બદીની જાગૃતિમાં અને પ્રચારમાં છે એમાં શંકા નથી.

વળી આ બદીનું વલણ બાળકોને વારસામાં પણ મળેલું હોય છે. આપણે મોટાંઓ આ બદીનાં જેટલે અંશે મોટપણમાં કે નાનપણમાં ભોગ થઈ પડ્યા હોઈશું તેનું ફળ આપણાં બાળકોને ભોગવવું પડ્યે છૂટકો છે. આપણી શક્તિઓ અને અશક્તિઓ બને આપણાં બાળકોને આપણા વારસામાં મળે છે. બાળકો ફરી વાર આપણી બાલ્યાવસ્થા જીવે છે, અને તે દરમિયાન આપણને આપણાપણાંની યાદી આપે છે. વળી બદીની જાગૃતિ કે બદીને