પૃષ્ઠ:Mabapone.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
માબાપોને
 


થાય છે, અને અમને સખત આઘાત આપે છે ! અમે ભણતર માટેની પૂર્વતૈયારી પૂર્ણ થયા પછી જ અક્ષર અને અંકનું ભણતર આપીએ છીએ. જ્યાં ખાતર, પાણી અને આબોહવા બરાબર કાળજીપૂર્વક પૂરાં પાડી બીજમાંથી કોંટો ફૂટવાનો સમય લાવી મૂકીએ છીએ, ત્યાં માબાપો અમારા કોંટાને મૂળમાંથી ઉખેડીને ચાલતાં થાય છે ! એટલું જ નહિ પણ તેઓ માથે દોષ મૂકતાં જાય છે કે “અમારું બાળક આટલો બધો વખત રહ્યું પણ તેને એકડો પણ આવડ્યો નહિ; એ તો રખડ્યું. એને હવે ભણાવવું તો જોઈએ ના ?”

આવે વખતે અમારા ખેદનો પાર રહે જ નહિ.

માબાપ પહેલાં કહે કે “અમારે ભણાવવાની ઉતાવળ નથી.” પછી અમુક વખતે એકડો ન આવડે એટલે કહે કે “ચાલો ત્યારે ઘેર.” જો ઉઠાડી મૂકતી વખતે માબાપ અમારી સાથે વાતચીત કરી લેતાં હોય, ભણવામાં બાળક શું ભણ્યું અને શું ગણ્યું તેનો ખુલાસો માગતાં હોય, તો અમારા મનમાં એમ ન થાય કે ખરેખર આપણે ત્યાંનાં માબાપો કેવળ સ્વાર્થી અને કૃતઘ્ની છે. દાખલ કરાવતી વખતે જે માબાપો અમારી ખુશામત કરે છે, તેઓ બાળકને ઉઠાડી લેતી વખતે મોટું પણ બતાવતાં નથી. આવાં માબાપોને કેટલો બધો ઠપકો ઘટે છે !

જે માબાપો એમ માનીને પોતાનાં બાળકોને મંદિરમાં મોકલે છે કે અહીં તો બધું વહેલું અને જાદુથી ભણાવી દેવામાં આવે છે, તેમની સમજણ પણ ચોખ્ખી થવાની જરૂર છે. કોઈ ભણતર જાદુથી શીખવી શકાય ન નહિ. છતાં પણ મંદિરમાં કેટલીક બાબતો એવી છે કે જેથી બાળકો ઉપર જાદુ થાય. તેઓ બાલમંદિરને જ ભાળે, તેમને બાલમંદિરમાંથી રજા આપીએ ત્યારે ઘેર જવું ગમે