મંદિરની આસપાસ જીવનના જીર્ણોદ્ધાર ૧૧૫ તા હું એમને જવાનું પણ કહું. મેં એવી રીતે એક મંદિરનું ખાતમુહૂત પણ કર્યું હતું. મારા મનમાં તે રહ્યું છે કે મારા હાથમાં લગામ હોય તે દરેક ગામડાને જીર્ણોધાર કરું. ત્યાં મંદિરની આસપાસ જે જીવન વણાયેલું હતું તે વનનેા જીર્ણોદ્ધાર કરું. લીલાવતી : આ મંદિરની ભાવના લેાકામાં ક્લેશ કરાવનારી હોય ત શા સારુ એ ભાવનાને ઉત્તેજન આપવું ? ઘણી વાર એમ થાય છે કે સૉંદિર મસ્જિદ ન હોય તેા બધા ક્લેશ પતી જાય. ફ્લેશ મંદિરની ભાવનાથી નથી થયા, કલેશ તે! માણસના બાપુ : મનમાં રહ્યો છે. આપણે બધા ધર્મ પ્રત્યે માન કેળવવાનું છે. બધા ધર્મ અપૂર્ણ છે, એટલે સરખા સાચા અથવા સરખા ખાટા છે એ ભાવના હોય તો દરેક માટે સરખું માન રહે. કલેશ ઉત્પન્ન કરનાર ઊંચનીચની ભાવના છે, મંદિરની ભાવના નથી. મે તે જૈન ધમ માંથી અનેકાન્તવાદ લઈ લીધેા. એક જણ કહે મારી વાત સાચી, તમારી ખેાટી. હું કહું તારીયે સાચી અને મારીયે સાચી. જે સ્વત ંત્ર વસ્તુ છે એ અનિચનીય છે. જેમ પેલા હાથી તપાસનારા આંધળાએ સાત હાથી વવ્યા, પણ એક સ્વતંત્ર હાથી તે। હતા જ. દરેક વિજ્ઞાનમાં સિદ્ધાન્ત રહેલા છે, જેને વ્યવહારમાં પહેાંચી શકાતું નથી. યુક્લિડની લીટી નથી દારી શકાતી એ જુદી વાત, પણ એ લીટી નથી એમ કહીને એની વ્યાખ્યા ઉપર આધાર રાખતી અનેક વાત કાઢી નાખીએ તે મૂઆ પડયા છીએ. લીલાવતી: ખરેખર પરમેશ્વર મારા મગજમાં જ નથી આવતા. બાપુ : એ હું સમજી શકું છું. તમે તેા મૂળ જૈન રહ્યાં ખરાં તે! મેં હરિભદ્રસૂરિના ગ્રંથ વાંચ્યા છે, બહુ ગમેલા. પણ એમાં એનું ઈશ્વરનું ખંડન મને જરાય ન ગમ્યું. કારણ એણે તા એની કલ્પનાના ઈશ્વરનું ખંડન કર્યું છે. પણ જે જાતના ઈશ્વરને લેાકા માનતા હાય તેની તે જાતની ભાવનાનું ખંડન શાને સારું ? લીલાવતી : ઘણા ઈશ્વરને એક ટેકા ફરી મૂકયો છે, પ્રસંગ આવે ત્યારે એનેા આશ્રય લેવાનું રાખે છે. બાપુ : માણસ અલ્પ છે, નિરાધાર છે એમ તેા એને માન્યે જ છૂટકા છે, કારણ શરીર નિરાધાર છે, પરાવલંબી છે. પેલી ઉપનિષદની કથા આબાદ છે. વાયુને પૂછયુ, આ તણખલાને તું ઉડાવી શકે છે? અગ્નિને પૂછ્યું, તું આને ખાળી શકે છે? તે કાઈ એ કરી શકયા નહેાતા. જે શક્તિ વડે એ વાયુ અને અગ્નિની શક્તિ ચાલતી હતી એ શક્તિમાંથી આપણે બધાંય સિચન મેળવીએ છીએ. એમાં જ આપણું ઐકય છે, એ
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૧૫
દેખાવ