લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
 
૧૭૩
 

દભ ઉપર રસિક ભાષાનું ઢાંકણુ ૧૩૩ સુષ્લેષુ વિતસ્તુઃ એ પાળવું આપુને માટે પણ બહુ કાણુ હશે. . . . તે કાગળ આવ્યા. તેમાં એમ લખ્યું છે કે હવે અમને એમ લાગે છે કે અમે એક મહા ઉચ્ચ શિખરેથી ઊતર્યા છીએ. વળી બાળકા થાય તે! ગરીબીનું વ્રત પાળવું પણ મુશ્કેલ થઈ પડે અને અમે એકબીજાના પ્રેમમાં ગૂંથાઈ જઈએ અને વિશ્વપ્રેમની શક્તિ ખેાઈ મેસીએ એથી અમે લગ્નનું માંડી વાળ્યું છે. આ કાગળતી ખબર પડી એટલે બાપુ કહે: ખરા, ખરા. એને ધન્યવાદના તાર કરવા છે. મતે આ વધારાપડતું લાગ્યું. મે બાપુને કહ્યું: મને કાગળમાં સચ્ચાઈની છાપ લાગતી નથી. બાપુ ચોંકવા. મને કહે: એમ કેમ કહેા છે!? મે કહ્યું : હું ઠીક વિચારપૂર્વક કહું છું. મને લાગે છે કે બાળકાની અને બીજી દલીલે જે કરી છે તે દલીલેા તા એને લગ્નનેા નિશ્ચય કર્યો પહેલાં સૂકવી જોઇતી હતી. આ લગ્નનેા વિચાર માંડી વાળ્યેા છે એનાં બા ઘણાં સબળ કારણા હાવાં જોઇ એ. એ દિલ ચારીને વાત કરે છે. બાપુ કહે : જુએ, માણસને અનેક કારણેા હાય, પણ આખરે એક કારણે તે નિર્ણય ઉપર આવે તેમ આ વિષે હોઈ શકે. મે કહ્યું : તેવું કારણ આ ન હોઈ શકે. એના આશ્રમમાં ખળભળાટ યેા હશે, . . .ની ધમકીએ પણ ગઈ હશે, એટલે હવે એનાથી ઝીક ઝિલાતી નથી. પણ સ ંભવ છે કે હું એને અન્યાય કરતા હાઉં. જો એમ હાય તે! એની માફી માગવાને તૈયાર છું. બાપુ : તમે એને કાગળ લખા. આટલી ચર્ચાને પરિણામે બાપુએ એને તાર કરવાનેા તે માંડી વાળ્યા. સાંજે કાકા એને એ દિવસ પછીને લખેલા પરિપત્ર લઈ ને આવ્યા, તેમાં નવી જ વસ્તુ હતી. તેમાં આશ્રમમાં ઊથલપાથલ થાય એને સ્પષ્ટ ધ્વનિ છે, શ્રીજી પણ વાતેા છે, અને જ્યારે બાપુના કાગળમાં બન્નેને ભાઈબહેન તરીકે રહેવાને નિશ્ચય છે ત્યારે આ કાગળમાં છે : “ અમે પ્રયત્ન- વાન રહીશું. પ્રયત્ન શબ્દ અમે ઇરાદાપૂર્વક વાપરીએ છીએ. બ્રહ્મચર્ય અમને ગમે છે, પણ લગ્નનેા તિરસ્કાર કરી શકતાં નથી. ’’ આ બધું વાંચીને સાંજે બાપુ કહેઃ મહાદેવ જે અર્થ મૂકતા હતા એને માટે કારણ છે ખરું. હું હવે એને ખખડાવીને કાગળ લખવાને છું. નીલાનું પ્રકરણ આજે વધારે ભયંકર અને કરુણ અન્યું. એને વિષે વાત કરતાં બાપુ કહે : વલ્લભભાઈ, આજે તમે મને હસતા બેશે તા તે ઉપર ઉપરથી જ. મારું હૃદય તે રડી રહ્યું છે. આ છેકરીએ તે