૧૯૧ વર્ણને ધંધા સાથે સબંધ, લગ્ન સાથે નહીં બાપુ : બ્રાહ્મણતા છેાકરા બ્રાહ્મણને જ ધંધા કરે અને સુથારને છેાકરા સુથારને કરે. એ કાને પરણે તેની સાથે સંબંધ નથી. હું : એ ધંધા તે એ જ કરશે એમ માનીએ, પણ એક જ વર્ષોં માં પરણે તે ધધાની શક્તિ અને ખાસિયતા વધારે સચવાઇ રહેશે ને ? બાપુ : હા. કરાડેા કાંઈ શેાડા પેાતાના વ માંથી નીકળીતે બહાર પરણવાના છે? પણ જે બહાર નીકળીને પરણે તે અધમ આચરે છે એમ ન હોવું જોઈ એ. અધમ વર્ષોં ને અંગેનું કામ તજવામાં છે, વણુ માંથી બહાર નીકળીને લગ્ન કરવામાં નથી. હું: ત્યારે આપ એટલું તે કબૂલ કરા ના કે. પેાતપેાતાના વમાં પરણવું એ વસ્તુની બહાર પરણવા કરતાં વધુ ઇષ્ટ છે ? બાપુ : હા, એ ખરેખર છે. કાલે રાત્રે તેલ ચેાળાવતાં ચેાળાવતાં કહે : ત્રીજા અધ્યાયમાં જે કહ્યું છે કે તિ અદ્ ન વર્તય નાતુ મળ્યતન્વિત: અને સંરક્ષ્ય ષ હતાં શ્યામૂ ગ્રુપઢ઼ન્યામિમા: પ્રજ્ઞા: તેમાં પણ હું વર્ણા અને સકરને! જે અ કરુ છું તે આવી જાય છે. સ્વે સ્વે મેળ્યમિતઃ માં પણ એ જ ભાવ છે. પોતાના કતા ત્યાગ એ સકર. મનુસ્મૃતિમાં સંકર ત્રણ કારણથી થાય છે એમ જણાવ્યું છે. એમાં પેાતાનાં વિહિત કને ત્યાગ એ પણ એક કારણ તરીકે વણુ વેલુ છે. એ બતાવનારા અનેક શ્લેાકેા ભાગવતમાં છે, એમ લક્ષ્મણ શાસ્ત્રી કહેતા હતા. પરદેશી કાગળમાં મા રેટના પ્રેમધેલા કાગળા આવે છે, તે એકીના જ્ઞાનભક્તિથી નીતરતા કાગળેા આવે છે. ભક્તે શુદ્ધ થવાનું એટલા માટે છે કે ભગવાન એની મારફતે એને નિમિત્ત કરીને કામ લેવા માગે છે. આ ભાવ એફી અદ્ભુત રીતે બતાવી રહી છે. પેાતાની જિંદગીના ભારેમાં ભારે અનુરાગને એણે બાપુને માટે ત્યાગ કર્યો છે. એને કાગળ : “ હું આપને પ્રાર્થના, તપસ્યા અને આત્મશુદ્ધિ દ્વારા જ મદદ કરવાને પ્રયત્ન કરી શકું. ગઈ કાલે જ મારી કસેાટી થઈ તેથી મને આનંદ થયા. મેં વાંચ્યું કે એ. એમ. આવતે અવાડિયે એસેલમાં નાટકમાં ઊતરવાના છે. પહેલી જ વાર હૃદયમાં કશે! ચીરેા પડચા વિના મે તેનું નામ વાંચ્યું અને તરત જ નક્કી કરી નાખ્યુ કે હું નહી જાઉં. પણ તેને ફ્રી મળવાની મારા મનમાં ઊંડે ઊંડે મને ખબર પણ ન પડે એવી હજી કાંઈ ઇચ્છા રહી ગઈ હશે તાપણ તમારે ખાતર હું એને ભેગ આપીશ. બાપુજી, આ ચિંતાના દિવસેામાં મને લાગે છે કે હું બીજી જ સ્ત્રી બની ગઈ છું.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૮૬
દેખાવ