૯૯ ભગવાને અભિમાનના ચૂરેચૂરા કર્યા સરકાર લઈ તે જન્મે છે. તેને પેાતાનાં કર્યાં કેવાં રહ્યાં અથવા ભેગવવાં રહ્યાં. તેમાં બાપુ પેાતાને વિષે આટલું અભિમાન શા સારુ લે? દુઃખ શા સારુ વહેરી લે ? અને કાઈ નીલા જેવી ભડ સત્યવક્તા પેાતાના ભૂતજીવન ઉપર ભડભડતી આગ સળગાવનારી મળે તે કાઈ છેતરનારાં પણ મળે. તેમાં શું થાય? પણ બાપુ આ વિચારના નથી. એમણે તે . . .તે લખ્યું : “ વાંક તા મારા છે.” . . .ને લખ્યું : “તમારા પણ વાંક કારૢ ? ' અને પછી લખે છે: “આવી અનેક વસ્તુ થઈ રહી છે તેનું સામટું પ્રાયશ્ચિત્ત ભગવાન કરાવશે. વિચાર નથી કરી રાખ્યો પણ આ ઘડીએ સૂઝી ગયું એટલે લખી નાખું છું.”
પાછલે પહેારે નીલાની અદ્ભુત તપશ્ચર્યાં અને પશ્ચાત્તાપથી શુદ્ધ થયેલ જીવનના વનથી ભરેલા કાગળ વાંચતાં વાંચતાં કહે : આ કાગળ વાંચતાં રડવું આવે એમ છે. સાંજે કહે : ભગવાને અભિમાનના ચૂરેચૂરા કર્યાં. આ તારા આશ્રમ, આ તારાં બાળકો ! નીલાના કાગળેાની અસર બાપુના મન ઉપર ભારે થઈ છે. અને હજી ચાલુ છે. આજે . . .ની આગળ અપેારની મુલાકાતમાં એ જ કિસ્સા સંભળાવ્યે! અને કહ્યું : જે, એણે હજી મારામાં વિશ્વાસ ઉત્પન્ન નથી કર્યો. ૨૨-૨-'ક્ર્ તેવું જ તારું છે. પણ આજે જ એને લખેલા કાગળમાં બાપુએ વિશ્વાસ બતાવ્યા. એના ઉપર સત્યનાં પ્રવચને તે ચાલુ છે જ : “સત્ય તને જ્યાં સુધી સ્વાભાવિક નથી થઈ ગયું ત્યાં સુધી જીવત જરૂર કાણુ લાગશે અને તને નિરાશા જેવું લાગવાને અનુભવ થશે. પણ જે વ્યક્તિ પૂર્ણ સત્યમય થઈ જાય છે તેને માટે નિરાશા જેવી વસ્તુ જ નથી. પછી તે! એનામાં સત્ય પ્રકાશે છે અને તેના સમગ્ર જીવનને અજવાળે છે. ભગવાન એટલે કે સત્ય એ જ તારા ભેામિયા હેાવા જોઈ એ.’’ આ ઉપરાંત આ કાગળ ઉપર એક તાજા કલમ લખી. તેમાં લખ્યું : “ આજે તારે! બહુ સારે। કાગળ મળ્યા છે. ઉપરનું ગઈ કાલે લખાવ્યું હતું. સત્ય તારી આસપાસ વીંટળાઈ વળેા અને તને ભરી દે -બાપુ.” બાપુ ’પહેલી વાર એને લખ્યું.