આપણા મેલ કપાવાની જરૂર ૧૯૯ વળી નીલા ઉપર આજે પ્રેમનેા ફુવારા ઉડાડયો. વિ શ્વેતુપુરાચારો મગતે મામનયમા, સાષુરેવ સ મંતથ્યઃ સમ્યા યવસિતો ફ્િસ: એ વાકય મેં નીલામાં અને તેના પ્રત્યેના વનમાં પ્રત્યક્ષ થતું જોયું. આજે એને લખ્યું : ૨૪-૨-'૩૨ “ તું પ્રયત્ન કરશે એટલુ' પૂરતું નથી. તારામાં બળ હોય એ આવસ્યક છે. ઈશ્વરને પ્રયત્નથી સ ંતાય હાય છે. પણ એને કાલ છે કે સાચા પ્રયત્નથી હમેશાં જોઈતું બળ પેદા થાય છે જ. એટલે વસ્તુત: તું જે પરિણામ બતાવો એ ઉપરથી તારા પ્રયત્નની આંકણી કરવાને છું. આ બરાબર સમજાય છે ને? ભૂંડા ભૂતકાળ ભૂલી જવાને માટે તારે ભયંકર સંગ્રામ ખેલવેા પડશે. પણ જો સત્ય તારામાં વ્યાપી ગયું હશે તેા કા ડર રાખવાની જરૂર નથી. પ્રકાશ ઘેરામાં ઘેરા અધકારને નાશ કરે છે. સત્ય કાળામાં કાળા પાપ ઉપર વિજય મેળવે છે. પાપને જ બીજો અર્થ અસત્ય છે. એટલે તું તારી પહેરેગીર અને એમ હું ઇચ્છું છું.” ( પ્લેટનું સદ્ગુણ એ જ્ઞાન છે . (virtue is knowledge) અને બાપુનું પાપ એ અસત્ય છે (sin is untruth) અને સદ્ગુણ એ સત્ય છે (virtue is truth) એ પાસે પાસે આવી જાય છે. જોકે એમાં ભેદ છે. આખા વિષય ગીતાના જ્ઞાન અને યેાગનાં કથતાની સાથે રાખીને ચવા જેવા છે. જમનાલાલજીને આજે મળ્યા હતા. એમની બદલીને જ રિપેટ થયેલા. ટાઢે પાણીએ ખસ કાઢવાને ! એટલે કાલે બદલી થાય છે. દંડ આપવે કે પેરેાલ આપવું . એ બને ખરાબ છે એમ બાપુએ અભિપ્રાય આપ્યા. એમણે અભિપ્રાય એ માટે પૂછેલેા કે ત્યાં બીજા માણસેા કાઇ આપને અભિપ્રાય જાણવા ઇચ્છે તે તેમને જણાવવાને માટે જરૂરતા થઈ પડે. પછી એમણે પૂછ્યું : આ લડત કેટલી ચાલશે? એ વરસ કે વધારે? બાપુ કહે : એછામાં એછાં પાંચ ગણી લેા. અને એ જ સરસ છે. આપણુ કાંઈક મળી ગયું હાત તે આપણી ફજેતી થાત. આજે આપણી શે।ભા વધી રહી છે. દેશ પણ આગળ વધી રહ્યો છે. આજે સમાધાન થાય એમ પણ હું નથી ઇચ્છતા. એ કાચું જ થાય. અને આપણે તે આજે કશુ નથી બતાવી શકચા, કારણ આપણી લડતમાં મેલડીક ભરેલા છે. પાંચ વરસમાં મેલ બધા નીતરી જશે, અને પચાસ કે પાંચસે જેટલા રહેવાના હશે તેટલા રહેશે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૧૯૯
Appearance