૨૦૦ શૌક્તઅલીની તારીફ પછી એમના ભવિષ્યના કાર્યક્રમની વાત નીકળી. હવે મારે બહાર કાંઈ કરવાપણું નથી. જે બિલ એ લેાકેાને વધારે જોખમકારક છે એ તે આવી ગયું છે. અને એક દહાડા તે પસાર થવાનું જ. મારે શા સારુ બહાર રહેવું? બાપુ કહે: એમાં તે મારા જવાબ જે અગાઉ આપ્યા હતા તે જ છે. મારી અહીં ખેડાં સ્થિતિ જુદી છે. હું તમારી પરિસ્થિતિમાં મને મૂકી શકતા નથી. તમને એમ લાગે કે આ સનાતનીએનેા આટલે બધા જૂઠ્ઠાણાને પ્રચાર ચાલી રહ્યો છે તેને તમારા વિના કાઈ જ પડેોંચી ન શકે તે! તમે એ જ કામ કરેા. પણ તમને લાગે કે તમારા જેલમાં જવાથી આ કામમાં ટેકા મળશે તે તમે જેલમાં જાએ. હું તમે બહાર હા એમ ઇચ્છું એમ માનીને તમે બહાર રહે! એ બરેાબર નથી. હું તે। તમે બહાર હા ત્યાં સુધી તમારી પાસે કામ લઉં, પણ તમે બહાર ન હૈ। તે શું ? બધા જેલમાં છે એમ માનીને મેં આ લડત ઉપાડી છે, અને બહાર જે રહેલા છે તેની મારફતે આ ચાલવાની છે. ખરી રીતે તેા ઈશ્વરને એ ચલાવવી હશે તા ચાલશે. હું પાતે બહાર હાઉ તે શું કરું એ પણ મને ખબર નથી. મને એમ લાગે કે પ્રતિજ્ઞા પૂરી કરવાની ખાતર મારાથી બીજું કામ ન જ થાય તે અસ ંખ્ય માણસાની ટીકા છતાં હું આ જ કામ કરું. રાજાજી કહે: તમે તે! મારી સ્થિતિ વધારે મુશ્કેલ કરા છે. શૌકતઅલી કહે છે ને કે તમને વસ્તુએ વધારે મુશ્કેલ કરતાં આવડે છે. એટલે શૌકતઅલીની વાત નીકળી. શૌકતઅલીની જેવી તારીક આપુએ કરી એવી એ જેને સારામાં સારા મિત્રો માનતા હોય તે પણ ન કરે. એની બુદ્ધિની, એની વ્યવહારક્ષતાની, પરિસ્થિતિ સમજી લેવાની શક્તિની, એના નિયાની–– એટલે સુધી કે મહમદઅલી તે! એનાથી જ દેરાવામાં સલામતી માનતે - બહુ તારીફ કરી. પછી રાજાજી કહે : માત્ર એનું લગ્ન એ આ બધી તારીકને લાયક નથી. એમાંથી જ આ યુરેાપિયન પ્રવાસ થયેા. એ વસ્તુ એના રાજકારણ ઉપર પણ સવાર થાય છે. એટલે બાપુ કહે : ના. એના લગ્નમાં પણ હેતુ છે. એણે તે માન્યું કે એક સ્ત્રીના દસ્લામમાં લાવીને એ ઉદ્દાર કરે છે. વળી તે વિધવા હતી. એટલે એણે નિશ્ચય કરી નાખ્યા અને પેાતાના નિશ્ચયને અમલમાં મૂકવા માટે દુનિયાની સામે ઝૂઝયો. રાજાઇ : એવું તેા વીર કહેવાઇ ગયેલા બધા સાહસ ખેડનારાએ કરે.
પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૦૮
દેખાવ