લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Dairy - Part 3.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
 
૨૧૦
 

૧૦ ગુડાપણાને જીતવા શુદ્ધ થાએ બાપુ : અહિંસાથી — મરવાની તૈયારીથી જ ગુડાપણું જીતી શકાય. આપણે જે શુદ્ધ નહીં થઈ એ તેા કેવળ જડતાથી જ મરી જવાના છીએ. આજે ઇસ્લામમાં ભ્રષ્ટાચાર અને ગુંડાપણું છે. હિંદુ ધમ માં ભ્રષ્ટાચાર છે પણ ગુડાપણું હજી નથી આવ્યું. એટલે કહું છું કે હિંદુ ધમતે શુદ્ધ કરે. એટલે શુદ્ધ કરવા એટલે શું એની ઉપર આખી ચર્ચા ચાલી. કાકાસાહેબ તમે હિંદુ ધર્માંતે શુદ્ધ થયેલા કયારે માને અસ્પૃશ્યતા જાય તેા કે બીજી કાંઈ વધારે શરતા છે ?

બાપુ : અસ્પૃશ્યતા તે જાય જ. રાજાજી : શુદ્ધ કરવાનું કહેા છે પણ શુદ્ધિ તે શુદ્ધિને ખાતર જ હાય, ખીજે કાઈ આપણતે પેાતાની બરાબરીતે ગણે એ હેતુથી ન હેાય. બાપુ : ના. એ તે મુસલમાને આપણને સરખા નથી માનતા, કાર માને છે, અથવા તે! જજિયાથી રહેનારા, આપત્કાળે અમુક શરતે એની મદદને લાયક માને છે. તે આપણે શી રીતે સરખા થઈ શકીએ? એ મે કર્યું. એટલે રાજાજી હિંદુ ધર્મની શુદ્ધિ ઉપર આવ્યા અને કહેવા લાગ્યા : એક જ દિશામાં સમાન્તરે શરત ચાલી રહી છે, એટલે સુધી કે એ કહેવું મુશ્કેલ થઈ પડયું છે કે ઝનૂની મુસલમાન કરતાં સનાતની હિંદુ એ એછે ધર્માન્ધ છે. એને શુદ્ધ કરવાને માટે મને તેા લાગે છે કે હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતા લઈ તે લેાકાતી આગળ મૂકીએ, અને હિંદુઓને કહીએ કે આ સાદા ધર્મ સ્વીકારા. બાપુ : એટલે તે। કલમેા પઢા એમ જ કહેવું ને? આ સમાજીએએ મુસલમાને નું અનુકરણ કર્યું તે એટલે સુધી કે એ લગભગ મુસલમાન થઇ રહ્યા. નહીં, તમે જે જાળ કહેા છે! તે ઇસ્લામમાં પણ છે. લાયબ્રેરીની લાયબ્રેરી ભરાય એટલાં ઇસ્લામનાં પુસ્તકા છે. કુરાનની ઉપર હારા ભાગ્યેા છે. રાજાજી: પણ એ છતાં મુસલમાન બનવા માટે અમુક એક એ સીધીસાદી વાતની જરૂર છે. બાપુ : તેમ તે આપણે! ભાગવત ધર્મ છે ના? એમાં રામનામ ૐ નમે। ભગવતે વાસુદેવાય સિવાય શું છે? અને એમ તે કલમામાં પણ શી ખૂબી ભરી છે? આખરે તે! આપણી પરંપરા અને સંસ્કાર, હજારે! વરસના શિક્ષણને વારસા કઈ થેાડા છેડી દેવાય ?